• મંગળવાર, 23 જુલાઈ, 2024

ધોનીનો વધુ એક સિઝન રમવાનો સંકેત

અમદાવાદ, તા.30: આઇપીએલની ટ્રોફી પાંચમી વખત પોતાના નામે કર્યાં બાદ સીએસકેના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ વધુ એક આઇપીએલ સીઝન રમવાનો સંકેત આપ્યો હતો. ધોનીના નિવેદન અનુસાર જો તેનું શરીર સાથ આપશે તો ચાહકો માટે ઓછામાં ઓછી એક સીઝન રમવા ઇચ્છે છે. ઘણા દિવસોથી એવી અટકળો ફેલાયેલી હતી કે 2023ની સિઝન બાદ ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરશે. આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ ધોનીએ કહ્યંy કે મારા માટે સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે, પણ આ સીઝનમાં જ્યાં પણ ગયો ત્યાં ચાહકોનો અપાર સ્નેહ મળ્યો. જે માટે બધાનો આભારી છું. હજુ એક સીઝન રમવું મારા માટે આસાન નથી. બધું શરીર પર નિર્ભર કરે છે. મારી પાસે 6-7 મહિનાનો સમય છે. મને ચાહકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છું તેમના માટે હું કંઇક કરવા માંગુ છું. આ મારી આઇપીએલ કારકિર્દીનો અંતિમ હિસ્સો છે તેવું વિચારીને ભાવુક થવું સ્વાભાવિક છે. આજે પણ મેદાનમાં પ્રવેશ સાથે મારા નામનો શોર થઇ રહ્યો હતો. મારી આંખોમાં આંસૂ આવી ગયા હતા. હું ડગઆઉટમાંથી ઉઠયો અને એવું નક્કી કર્યું કે આ ક્ષણનો આનંદ માણું. હું ખુદ પર દબાણ ઇચ્છતો ન હતો. ચેન્નાઇમાં છેલ્લે આખરી મેચ રમ્યો ત્યારે ત્યાં પણ આવો જ માહોલ હતો પણ હવે પાછા ફરીને જેટલું રમી શક્યા તેટલું રમવું સારું બની રહેશે.ધોની જુલાઇમાં 42 વર્ષનો થશે. આ સીઝનમાં તે ઘૂંટણના દર્દથી  કણસતો જોવા મળ્યો હતો. તેણે 7-8 નંબર પર બેટિંગ કરીને પ7 દડાનો સમાનો કર્યો હતો. જે દરમિયાન 182.4પની સ્ટ્રાઇક રેટથી 10 છગ્ગાથી 104 રન કર્યાં. આ તકે ધોનીએ સ્વીકાર્યું કે ખેલાડીઓના નબળા દેખાવથી હું હતાશા પણ અનુભવું છું. મનુષ્ય હોવાના નાતે આવો અહેસાસ થાય છે. જો કે આ હતાશા તુરત ખંખેરી નાંખે છું. ધોનીએ આઇપીએલ ચેમ્પિયન થવા પર કહ્યં  કે આ માટે અમે લાંબી મઝલ કાપી છે. ફાઇનલ જીતવો એક પ્રોસેસનો ભાગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang