• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં પત્તા ટીંચતા નવ ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 21 : શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં જાહેરમાં પતા ટીંચતા નવ ખેલીને પોલીસે પકડી પાડી રોકડા રૂા. 15,500 જપ્ત કર્યા હતા. શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં શેરી નંબર બેમાંથી સત્યમ બીરસિંઘ પાલ, સંદિપ શંકર મહતો, શંકર બિજય કેવટ, બબલુ કુમાર અર્જુન પાસવાન, અબલાખ હરપ્રસાદ પાલ, મિથુન રામવિલાસ કેવટ, રોહિત દિનેશ નાતી, ગોરેલાલ કુમાર મુરારી કેવટ તથા રબિશકુમાર રઘુનંદન શર્મા નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,500 તથા ગંજીપાના પોલીસે જપ્ત કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang