• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

દયાપરમાં અડધો ઇંચ : નખત્રાણા તાલુકામાં ઝાપટાં

ભુજ, તા. 21 : કચ્છમાં રવિવારે અનેક સ્થળે વરસાદ વરસ્યા બાદ આજે ધૂપ-છાંવના માહોલ વચ્ચે નખત્રાણા તાલુકામાં છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા જ્યારે લખપતના મુખ્યમથક દયાપરમાં રાત્રે અડધો ઇંચ વરસાદ પડયો હતો. નખત્રાણા ઉપરાંત રામેશ્વર, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તડકાની હાજરીમાં હળવાં ઝાપટાં પડતાં નેવા વહેવા લાગ્યા હતા. દયાપરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી પાણી વહ્યા હતા. વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. ભુજ સહિતના સ્થળે વાદળોની આવન-જાવન જોવા મળી હતી પણ સાંજ સુધી ક્યાંયથી વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડયા નહોતા. તમામ  મથકોમાં 35થી 36 ડિગ્રી મહત્તમ અને 24થી 26 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સવારના ભેજના વધુ પ્રમાણના લીધે ઝાકળવર્ષાથી રસ્તામાં ભીનાશ જોવા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang