• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

બન્ની પશુ મેળાને વિશ્વ ફલક પર લઇ જવાશે

નિરોણા, તા. 21 : હોડકા બન્નીના શામ એ સરહદ હોડકો ખાતે 16મા પશુ મેળાને ખુલ્લો મૂકતાં ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું કે, આ બન્ની પશુ મેળો વિશ્વના ફલક ઉપર લઈ જવામાં આવશે, તેના માટે માલધારી સંગઠન દ્વારા પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે, તો ધોરડો સફેદ રણ જે વિશ્વના ફલક ઉપર આજે પ્રખ્યાતિ પામ્યું છે, ત્યારે આવતા દિવસોમાં બન્ની વિસ્તારનો આ પશુ મેળો પણ વિશ્વના ફલક ઉપર પહોંચે, તો અહીં આવતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ પશુ મેળામાં વિશ્વના માલધારીઓ પણ એનો લાભ લઈ શકે. સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે તેના માધ્યમથી પ્રસાર પ્રચાર કરી શકાય, તે માટે માલધારી સંગઠનના હોદ્દેદારોએ ભાર મૂક્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે લોહાણા સમાજના અગ્રણી ભુજના ડોક્ટર ચંદે, ધોરડોના એમ્બેસેડર અને સરપંચ મિયાંહુસેન મુતવા, તાલુકા પંચાયત સભ્ય અબ્દુલ્લા બુઢા, રમજાન જુડિયા, જુમા મિઠન થેબા, માલધારી સંગઠનના પ્રમુખ અલ્લાહ જોડિયા જત હાજર રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન સાલેમામદે કર્યું હતું. બન્ની-પચ્છમ વિસ્તારના આગેવાન જુમાભાઇ નોડે, એગ્રોસેલ કંપનીના પદાધિકારીઓ, માહી ડેરી-સરહદ ડેરીના અધિકારીગણ, બન્ની વિસ્તારના મામદ જત, અમીન જત, સાહુ જત, ગુલણ જત, મુસા રાયશી સહિતે વિવિધ પ્રોડક્ટના સ્ટોલ રાખ્યા હતા, જેની મુલાકાત ધારાસભ્યે લીધી હતી. વિવિધ પશુઓ જેમાં તંદુરસ્ત ભેસ 14, તંદુરસ્ત ગાય પાંચ, પાડા આઠ, આખલા છ, દૂધ દોહનમાં 14 ભેંસ સહિત 77 પશુએ ભાગ લીધો હતો. ઇમરાન મુતવાનું ધારાસભ્યના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. આવતીકાલે મલાખડો યોજાશે, જેમાં વિવિધ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન ઈશા  મેરામણે કર્યું હતું. સંગઠનના હોદ્દેદારો, કારોબારી સભ્યો ઈસા હુસેન મુતવા, મેઘા ઉમરા મારવાડા, વીરા આલા મારવાડા, અબ્દુલા તાજન નોડે, હાજી હાસમ નોડે, સલામભાઈ હાલેપોત્રા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દૂધ દોહન ગાય હરીફાઈ : મનજી ધના ચાડ (ઢોરી), સલામ આદમ હાલેપોત્રા (સાડઈ), ક્રિપાલસિંહ જાડેજા (ખેડોઈ), ઈમરાન જીયંધા હાલેપોત્રા (એરંડાવાલી), ઈકબાલ જીયંધા હાલેપોત્રા (એરંડાવાલી). દૂધ દોહન ભેંસ : સમેજા ઇસ્માઇલ સિધિક (ડુમાડો), હાલેપોત્રા રમજાન શકુર (ઠીકરિયાડો), હાલેપોત્રા મિરમામાદ ઇધ્રીસ (ઠીકરિયાડો), જુણેજા ઉર્સ જુમા (છછી), હાલેપોત્રા ચનેસર રાહેબ (ઠીકરિયાડો). તંદુરસ્ત ગાય હરીફાઈ : ગાગલ મહેશ લખણભાઈ (ઢોરી), ઇમરાન મામદ હાલેપોત્રા (સાડઈ), અબ્દુલ રજાક હભીભ હાલેપોત્રા  (સાડઈ), મયૂરભાઈ સવાભાઈ (ઢોરી), જુમા ફદલ હાલેપોત્રા (સાધાણીવાંઢ). તંદુરસ્ત ભેંસ હરીફાઈ : જત સલીમ અતુર (સરાડા), જુણેજા ઈબ્રાહીમ ધોધા (છછી), હાલેપોત્રા શકુર ઈબ્રાહીમ (ઠીકરિયાડો), ચાકી અમીર હુસેન કાસમ (ભુજ), ઇમામધીન હારુન (ભોજરડો). તંદુરસ્ત આખલા હરીફાઈ : ગુલમામદ સલામ હાલેપોત્રા (શેઠવાંઢ), ગાગલ મહાવીર કાનાભાઈ (ઢોરી), અબ્દુલ રહીમ હભીભ હાલેપોત્રા (સાડઈ), અકબર સધર સુમરા (વાગુરા), નાલે મેઠા સમા (કોટડા). તંદુરસ્ત પાડા હરીફાઈ : વરીત્રા હીરાલાલ દેવકરણ (ઢોરી), સલીમ નૂરમામદ હાલેપોત્રા (સાડઈ), કરીમ ઈબ્રાહીમ સુમરા (ઉડઈ), હાસમ લુકમાન જુણેજા (છછી), સુખ્યા ખમીસા સુમરા (લાખાબો). ઘોડા દોડ હરીફાઈ (મોટી રેવાલ) : હારુન રાણા ચાવડા (પાટણ), ખાનભાઈ (ભુજ), મીતરાજાસિંહ ઝાલા (ખેડોઈ). નાની રેવાલ : શેખ જાવેદ હાજી ગફુર (ભુજ), કમાલખાન નવાબખાન (રાજસ્થાન), દેવુભા ફતેહાસિંહ (રાપર). અદાણ બે દાંત : ધર્મેન્દ્રાસિંહ ભાલુભા (સિકરા), મલુક જત (ભુજ), કુંભાર ભખર ઇસ્માઇલ (ભુજ), રમજુ મંસૂરી (અંજાર). સરડા : અર્શ મહારાજ, હાલેપોત્રા ઇમામદીન દિના (કરનાવલી). માણસ દોડ 300 મીટર : રતન ગઠવી (ભાડિયા), જત શરૂ અયુબ (શેરવા), જત ઇમધાધ અલી (ભીટારા) વિજેતા  જાહેર કરાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang