• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

એ બહુચર્ચિત પ્રકરણ લવ જેહાદ ભણી

ભુજ, તા. 21 : જિગર બની જિયાદે યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી. આ બહુચર્ચિત `લવ જેહાદ' જેવા પ્રકરણ ખરેખર લવ જેહાદ જ હોય તેવા ડિજિટલ પુરાવા મળ્યા છે. જેમાં આરોપી જિયાદ ઊર્ફે સમીર લતીબ શેખે પોતાની ફેસબુક આઇડી 28 યુવતીઓને ફસાવા હોય.... મોકલ્યા હતા. જેમાં 26 યુવતીઓ હિન્દુ અને છ યુવતીઓ ક્રિશ્ચિયન નામધારી હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી પ્રકરણના તપાસકર્તા એસસીએસ્ટી સેલના ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયન પાસેથી મળેલી જાણકારી મુજબ આરોપી જિહાદ ઉર્ફે સમીર હાલ રિમાન્ડ તળે છે. અને તેની સઘન પૂછતાછ તેમજ તેની ફેસબુક આઇડીની વિગતો ચકાસતા ફેસબુકમાં 28 યુવતીને તેણે હાય....ના મેસેજ મોકલ્યા હતા, જેમાં 22 હિન્દુઓ અને છ ક્રિશ્ચિયન નામધારી યુવતી હતી. સામેથી કોઇનો રિપ્લાય આવે તો... કેસી હો... કહાં રહેતી હો... તેવા સવાલો જિયાદે કર્યા છે. આ બધા ડિજિટલ પુરાવા એકત્ર કરી લેવાયાનું શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું હતું. બે વાર કચ્છ આવી ચૂકેલા જિયાદનો મદદગારો કોણ ? તે અંગે પૂછતાં શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, તે પણ અમારા રડારમાં જ છે પરંતુ હાલ તપાસના હિત ખાતર કંઇ પણ કહેવાનું ટાળી એક-બે દિવસમાં તેની વિગતોએ જાહેર કરશું તેવું જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang