• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રબાડાનો રેકોર્ડ : સૌથી ઓછા દડામાં 300 ટેસ્ટ વિકેટ

મીરપુર, તા. 21 : દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગિસો રબાડાએ બાંગલાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે ઇતિહાસ રચ્યો છે. તેણે પહેલી ઇનિંગ્સમાં 3 વિકેટ લીધી હતી. આફ્રિકાની પેસ બેટરી સામે બાંગલાદેશ ટીમ 106 રનમાં ઢેર થઈ ગઈ હતી. રબાડાએ મુશફિકૂર રહેમાનનો શિકાર કરીને ટેસ્ટ કેરિયરની 300 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં કાગિસો રબાડા સૌથી ઝડપે 300 વિકેટ લેનારો બોલર બની ગયો છે. અહીં સુધી પહોંચવા માટે તેણે ફક્ત 11,817 દડા ફેંક્યા છે. રબાડાએ પાકિસ્તાનના વકાર યુનિસનો રેકોર્ડ તોડયો છે. વકાર યુનિસે તેની શાનદાર કેરિયર દરમિયાન 12,602 દડામાં 300 વિકેટ લીધી હતી. ડેલ સ્ટેન અને એલન ડોનાલ્ડ ત્રીજા અને ચોથા ક્રમના ખેલાડી છે. આ સૂચિમાં ટોચના 9 ખેલાડીમાં કોઈ ભારતીય બોલર નથી. રબાડાએ તેની કેરિયરની 6પમી ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી છે. આ મામલે તેણે વકાર યુનિસના રેકોર્ડની બરાબરી કરી છે. આ મામલે રબાડા ભારતીય સ્પિનર અનિલ કુંબલેથી આગળ થયો છે. કુંબલેએ 66 ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang