• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ગાંધીધામ: કારગોની શાળામાં નાતાલની કરાઇ ઉજવણી

ગાંધીધામ, તા. 26 : અહીંના કારગો ખાતે આવેલી શાંતિ વિદ્યાપીઠ પ્રાથમિક શાળામાં નાતાલની ઉજવણી કરાઇ હતી. જેમાં શ્રમજીવી પરિવારોને શૈક્ષણિક પ્રવૃત્તિઓની જાણકારી મળે તે અંગે રેલી યોજાઈ હતી. કચ્છ જનરલ મજૂર સંઘ સંચાલિત આ શાળામાં પરપ્રાંતીય પરિવારોનાં બાળકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. આ અંતર્ગત તાજેતરમાં 300 જેટલાં ભૂલકાંને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાલીઓ સાથે બેઠક યોજી શિક્ષણના અધિકાર પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. શાંતિ વિદ્યાપીઠ પ્રાથમિક શાળા દ્વારા નાતાલપર્વની ઉજવણી અંતર્ગત શૈક્ષણિક રેલી  કારગોના જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી. સાંતા બનેલા વિદ્યાર્થીઓએ બાળકોને ચોકલેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ શાળાના ટ્રસ્ટી સંતોષ મિશ્રા, વંદના મિશ્રા તથા આચાર્ય મુકેશ ભરવાડ, શિક્ષિકા પાયલ શ્રીવાસ્તવ, અર્ચના શ્રીવાસ્તવ, જિતેન્દ્ર રવિદાસ, દેવંતી ભગત તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd