ભુજ, તા. 26
: ભુજ નગરપાલિકા તથા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી
વાજપેયીની જન્મજયંતી નિમિત્તે ભાજપ કાર્યાલય પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી
શ્રદ્ધાંજલિ અર્પાઇ હતી.
ધારાસભ્ય કેશુભાઇ પટેલે ભારતરત્ન સ્વ. શ્રી વાજપેયીજીને વિરાટ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વ
કહી વંદન કર્યા હતા. ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ વાજપેયીજીએ બતાવેલા મૂલ્યનિષ્ઠાના
પથ પર ચાલવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના
મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી દિલીપભાઇ શાહ, મંત્રી પ્રફુલ્લસિંહ
જાડેજા, વિજુબેન રબારી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, જિલ્લા ભાજપ અનુ.જાતિ
પ્રમુખ બાલકૃષ્ણભાઇ મોતા, ભુજ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મીતભાઇ ઠક્કર, નગરસેવકો,
શહેર સંગઠનના હોદ્દેદારો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.