• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

4483 દડા પછી બુમરાહ સામે છગ્ગો : કોંસ્ટાસનું પરાક્રમ

મેલબોર્ન, તા. 26 : દુનિયાના નંબર વન બોલર જસપ્રિત બુમરાહથી બચવું ભલભલા બેટધરો માટે કઠિન છે પરંતુ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષીય બેટસમેન સેમ કોંસ્ટાસને બુમરાહનો જરા પણ ડર ન હતો. આથી જ બુમરાહનો વર્ષો જૂનો એક ક્રમ તૂટયો હતો. 144પ દિવસ અને 4483 દડા બાદ ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહના દડામાં કોઇ બેટધરે છગ્ગો ફટકાર્યો હતો. આ પરાક્રમ 19 વર્ષીય કોંસ્ટાસે કર્યું હતું. છેલ્લે બુમરાહ સામે ટેસ્ટ ક્રિકેટમાં લાલ દડામાં 2021માં છગ્ગો લાગ્યો હતો. આ ઉપરાંત 2018 પછી ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહના દડામાં કોઇ બેટધરે બે છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લે આવું જોસ બટલરે કર્યું હતું. લાંબા સમય સુધી છગ્ગો નહીં સહન કરનાર બોલરોની સૂચિમાં મિચેલ સ્ટાર્ક પહેલા નંબર પર છે. તેણે 91પ.પ ઓવર સુધી 2011થી 2016 દરમિયાન એક પણ છગ્ગો લગાવાયો નહોતો. જેમ્સ એન્ડરસનની 781.2 ઓવર સુધી છગ્ગો પડયો ન હતો. આ યાદીમાં બુમરાહ ત્રીજાં સ્થાને છે. તે 746.1 ઓવર સાથે ત્રીજા નંબર પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd