• શનિવાર, 28 ડિસેમ્બર, 2024

પ્રથમ ટેસ્ટના પ્રારંભે આફ્રિકા સામે પાક. 211 રને સમેટાયું

સેન્ચૂરિયન, તા. 26 : ડેન પેટરસન અને પદાર્પણ મેચમાં કોબિન બોશની કાતિલ બોલિંગ સામે દ. આફ્રિકા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટના આજે પહેલા દિવસે ચાના સમય બાદ પાકિસ્તાન ટીમ પ7.3 ઓવરમાં 211 રને ઓલઆઉટ થઇ હતી. ડેન પેટરસને 61 રનમાં પ અને કોબિન બોશે 63 રનમાં 4 વિકેટ લીધી હતી. આફ્રિકી કપ્તાન તેંબા બાવૂમાએ ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. પાક.ના મોટાભાગના બેટધરો આફ્રિકાની પેસ બેટરીનો સામનો કરી શક્યા ન હતા. એકમાત્ર કામરાન ગુલામે 71 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગા સાથે 54 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. કપ્તાન શાન મસૂદ 17, સેમ અયૂબ 14, બાબર આઝમ 4, સઉદ શકીલ 14 અને મોહમ્મદ રિઝવાન 27 રને આઉટ થયા હતા. આમેર જમાલે 28 રનનું યોગદાન આપ્યું હતું. બે મેચની શ્રેણીમાં એક જીતથી દ. આફ્રિકા ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે લગભગ નિશ્ચિત થઇ જશે. પહેલા ટેસ્ટની પાક. ઇલેવનમાં શાહિન અફ્રિદીને સ્થાન મળ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd