• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

સતત ચોથીવાર ડીપીએસ ફાઈનલમાં

ભુજ, તા. 26 : મસ્કા ક્રિકેટ મેદાન ખાતે રમાયેલી કચ્છમિત્ર-એન્કરવાલા કપની બીજી સેમિફાઈનલ મેચમાં સ્વામિનારાયણ-ભુજને હરાવીને સતત ચોથીવાર ડીપીએસ-ગાંધીધામ ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જ 29મીએ ભુજના લાલજી રૂડા પીંડોળિયા રમત સંકુલ ખાતે ગત ત્રણ વર્ષથી વિજેતા રહેલી ડીપીએસ અને આર.ડી. વરસાણી-ભુજ વચ્ચે સવારે નવ વાગ્યાથી ફાઈનલ મુકાબલો જામશે. ચંદ્રહાસભાઈ રાઠોડના હસ્તે ટોસ ઉછાળાયો હતો. સ્વામિનારાયણ-ભુજે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. બેટિંગમાં ઊતરેલી ડીપીએસ વતી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા મેન ઓફ ધ મેચ ધનોતા હરમતે 30 દડામાં 3 ચોગ્ગા સાથે 23 રન કર્યા હતા, તો દુબે આયુષમાને 25 દડામાં 1 છગ્ગા સાથે 25 રન ફટકાર્યા હતા અને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 118 રન કર્યા હતા. સેકન્ડ મેન ઓફ ધ મેચ ગોસ્વામી જીતે 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ, જ્યારે બાપટ શ્રેયએ 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ લીધી હતી, તો ઝાલા સાહિલે 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ મેળવી હતી. બીજા દાવમાં જીતના ઈરાદે આવેલી સ્વામિનારાયણ સ્કૂલ-ભુજ વતી સારો દેખાવ કરનારા પુરોહિત દિવ્યએ 28 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 33 રન, જ્યારે ગોસ્વામી જીતે 38 દડામાં 2 ચોગ્ગા સાથે 31 રન કર્યા હતા અને 20 ઓવરમાં 102 રન કરી ટીમ ઓલઆઉટ થઈ હતી. ડીપીએસ વતી ધનોતા હરમને 4 ઓવરમાં માત્ર 8 રન આપી 4 વિકેટ ખેરવી હતી, તો શેખ અરમાને 4 ઓવરમાં 22 રન આપી 2 વિકેટ લીધી હતી. ટોસ વિધિ વેળાએ કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા, આસિ. મેનેજર હેસેન વેજલાણી, પ્રવીણભાઈ હીરાણી, યુવરાજસિંહ જાડેજા, ખેરાજભાઈ ગઢવી, કોચ શાંતિલાલ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એમ્પાયર તરીકે ગઢવી નાગાજણ, અનીશ સીરુ, સ્કોરર જય બોડા, નાકર જયદીપ રહ્યા હતા. મેદાન વ્યવસ્થામાં જગદીશ ગઢવી, કલ્પેશ રાજગોર, જિગર રાજગોર, અર્જુન જોશી, વિશ્વરાજ જાડેજા અને વીરેન્દ્ર ગઢવી રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd