ભુજ, તા. 26
: શહેરના
ખેંગારપાર્ક - ગાયત્રી મંદિરના માર્ગે આજે સવારે તાપણું કરતા ત્રણ શ્રમજીવીને ટ્રેક્ટરે
ફંગોળી અસ્થિભંગ સહિતની ઈજા પહોંચાડી હતી. આ અંગે. અલ્કેશભાઈ ચંદુલાલ નટે એ-ડિવિઝન
પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ખેંગારપાર્ક-ગાયત્રી
મંદિર માર્ગ વચ્ચે મા આશાપુરા ચાના ગલ્લા પાસે ચા પીને તેઓ તથા સાહેદ નીલેશ અને ગુલામભાઈ
તાપણું કરતા હતા ત્યારે ટ્રેક્ટર ટ્રોલી નં. એમપી-45-એએ- 7782વાળાએ પૂરઝડપે બેદરકારીથી
ટ્રેક્ટર ચલાવી ફરિયાદી તથા નીલેશને ફંગોળી બાજુના ખાડામાં ફેંકી દીધા હતા, જ્યારે
ગુલામભાઈ ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું. ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર તથા ગુલામભાઈને
છાતીના ભાગે ફ્રેકચર અને માથાંમાં ગંભીર ઈજા થકી તે બેભાન અવસ્થામાં છે.