ભુજ, તા. 26
: આઝાદી પછી સાચા અર્થમાં વીર બાલ દિવસનો મહત્ત્વ નરેન્દ્રભાઇ મોદીએ સજાવ્યો છે. બે
વર્ષ પૂર્વે તેમણે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ જાહેર કર્યું હતું. આમ સાચા અર્થે બાળદિન
આજનો દિન છે તેવું આજે અહીં ગુજરાત ભાજપના પ્રદેશ અગ્રણી ડો. સંજય દેસાઇએ વીર બાળ દિનના
કાર્યક્રમમાં જણાવ્યું હતું. 17મી સદીના મોગલ શાસનકાળ દરમ્યાન ગુરુ ગોવિંદસિંહજીના
નવ અને સાત વર્ષના પુત્રો બાબા જોવારસિંહજી અને બાબા ફતેહસિંહજીને મોગલ શાસકોએ બનાવી
સલીમખાને ધર્મપરિવર્તન કરવા આગ્રહ કરી ધમકી આપી કે જો તેમ નહીં કરે તો તેના દાદીના
હત્યા કરી નાખવામાં આવશે. બંને વીરો તાબે ન થતાં તેઓની સામે જ દાદીની કરપીણ હત્યા નીપજાવવામાં
આવી અને બંને વીરોને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. ધર્મની રક્ષા કાજે બલિદાન
આપનારા આ બે વીર બાલની યાદમાં 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે તેવી
જાહેરાત બે વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આથી આજનો દિવસ ઇતિહાસમાં
અંકિત થઇ જાય તેના સંકલ્પ માટે આગળ વધવા શ્રી દેસાઇએ હાકલ કરી હતી. આજના માતા-પિતાએ
સંતાનોને દેશ માટે પાંગળા બનાવી દીધી છે ત્યારે આ ગાથાથી પ્રેરણા મેળવી સંતાનોમાં ધર્મ-દેશની
રક્ષા કાજે નૈતિકતા, હિંમત તેમજ જુસ્સાના પાઠ શીખવે તે સાંપ્રત સમયમાં જરૂરી છે. આર્થિક
મહાસત્તામાં ભારત પ્રગતિના પંથે આગળ પહોંચે ત્યારે આપણો ઇતિહાસ ભૂંસાઇ ન જાય તેનું
ખ્યાલ આપણે રાખવું પડશે તેવી ટકોર શ્રી દેસાઇએ કરી હતી. આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના
મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ આ વીર બાલ જોરાયરસિંહ અને બાબા ફતેહસિંહજીમાંથી
આપણા બાળકો પણ પ્રેરણા લે અને આજના દિવસે સાચી હકીકત લોકો સમક્ષ પહોંચે તે માટે આપણે
અહીં એકત્ર થયા છીએ. આ દિવસ ભારતની ઓળખ, અસ્મિતા અને શૌર્યની યાદ અપાવે છે. કોંગ્રેસના
શાસન અને મનમોહન સિંહની સરકાર જે ન કરી શકી તે વડાપ્રધાન નરેન્દભાઇ મોદીએ શીખ સમુદાય
માટે કરતારપુર કોરીડોર ખોલી આપ્યો છે. ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને અનિરુદ્ધભાઇ દવે અને
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે પોતાના ઉદ્બોધનમાં આ કાર્યક્રમ રાજકીય નહીં પરંતુ
ભાવનાત્મક છે. ભારત-હિન્દુત્વ પ્રત્યે ભાવ દર્શાવી વિચાર ટકાવી રાખવા, સમરસતા દાખવવા
અને રાષ્ટ્રભાવના જગાવવા પર ભાર મૂક્યો હતો. ભુજના કે.ડી.સી.સી. હોલમાં યોજાયેલા આ
કાર્યક્રમમાં વીર બાલ બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીને મહેમાનો અને અગ્રણીએ
પુષ્પાંજલિ અર્પી હતી. આજના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકાસિંહ જાડેજા,
રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ
પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, પૂર્વ ધારાસભ્ય
પંકજભાઈ મહેતા, ભુજ નગર પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન
ઠકકર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ ગુંસાઈ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી,
ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠકકર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મંડળના પ્રમુખો,
મોરચા/સેલના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન
રાજુભાઈ સરદાર તેમજ વિકાસભાઈ રાજગોરે જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે પ્રણવભાઈ જોષી તેમજ
મહેન્દ્રભાઈ જુણેજા રહ્યા હતા. આભારવિધિ કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ પ્રફુલાસિંહ જાડેજા
એ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ
ચેતન કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.