• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારો ઝડપાયો

ગાંધીધામ, તા. 26 : શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એક નકલી ડોક્ટરને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 2,03,532નો મેડિકલને લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ ગઈકાલે રાત્રે આ કાર્યવાહી કરી હતી. કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાનો એક જાગૃત નાગરિકે ફોન કર્યો હતો, જે અંગે પોલીસે ખરાઈ કરી બાદમાં સરકારી તબીબો સાથે અહીં દરોડો પાડયો હતો.  ઓમકાન ક્લિનિક નામની દુકાનમાંથી મૂળ ઉત્તરપ્રદેશ અને હાલમાં શાંતિધામ માધવનગર વરસામેડીમાં રહેનારા સતીશ પૂર્ણમાસીપ્રસાદ સહાની નામના શખ્સની પોલીસે અટક કરી હતી. આ દુકાનમાંથી મળી આવેલી એલોપેથીની દવાઓ આ શખ્સ કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપી તેમનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. ડિગ્રી વગરના આ શખ્સની દુકાનમાંથી જુદી-જુદી દવાના બાટલા, ટીકડી, ઈન્જેક્શન, સિરપ તથા સ્ટેથોસ્કોપ,રક્તચાપ માપવાનું મશીન, સુગર મપવાનું મશીન વગેરે મળીને કુલ રૂા. 2,03,532નો મેડિકલને લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd