• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

લોકોને અડચણરૂપ ન થાય તે રીતે રેકડી-કેબિન રાખવા અનુરોધ

નખત્રાણા, તા. 26 : અહીંની રેકડી-કેબિન એસોસીએશનની સાંઇ જલારામ મંદિર સંકુલ ખાતે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં નાના ધંધાર્થીઓના હિતલક્ષી પ્રશ્નોની ચર્ચામાં સમસ્યા નિવારવા કટિબદ્ધ થવા હાકલ કરાઇ હતી. સંગઠનના પ્રમુખ રાજેશભાઇ જોશીના પ્રમુખપદે યોજાયેલી સામાન્ય સભામાં સંસ્થાના સ્થાપક તથા પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજાએ સ્વાગત કરી નગરપાલિકા દ્વારા સૂચવેલા નિયમો મુજબ વાહન, રાહદારીઓને અડચણરૂપ ન થાય તે રીતે રેકડી-કેબિનો રાખવા અનુરોધ કર્યો હતો. નિયમબદ્ધતા જાળવવા છતાં પોતાના પરિવારની રોજીરોટી મેળવતા ધંધાદારીઓને તંત્ર દ્વારા કનડગત થાય ત્યારે સંગઠિત બની સમસ્યા નિવારવા અપીલ કરી રેકડી-કેબિનધારકોએ ધંધાનાં સ્થળની આજુબાજુ સ્વચ્છતા જાળવવા ભલામણ કરી હતી. કાર્યક્રમમાં પ્રમુખ શ્રી જોશીએ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં નાના વર્ગના લોકોના હિતના પ્રશ્નોને વાચા આવે તેવા ઉમેદવારની તરફેણ કરવા તથા ધંધાર્થીઓને એકતા સાધી સંગઠનની હાકલ પડે ત્યારે સાથે રહેવા અનુરોધ કર્યો હતો. નવું વર્ષ ફળદાયી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સંચાલન તથા આભારવિધિ તુલસીદાસ સોનીએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd