ભુજ, તા. 27
: કચ્છમિત્ર-એન્કર કપમાં શ્રેષ્ઠ દેખાવ સાથે સતત બીજીવાર?ફાઇનલમાં પ્રવેશ કરનાર આર.
ડી. વરસાણી ભુજની ટીમ પર દાતાઓ દ્વારા ઇનામવર્ષા થઇ છે. આર. આર. ગ્રુપ કોંગોના રાજેશભાઇ
કેરાઇ તરફથી 4 હેલ્મેટ, 1 કિટ, 1 કીપર કિટ, 3 ચશ્માં, ચાર બેટ મળી 1 લાખ રૂપિયાનું
પ્રોત્સાહન ઇનામ જારી કરાયું છે. વી કોક્રેટ તરફથી 25,000ની ત્રણ કિટ, સહજાનંદ સ્પોર્ટસ
તરફથી 15000નાં વિવિધ સાધનો જાહેર કરાયાં છે. આ ઉપરાંત ટીમ માટે કષ્ટભંજન ઓટોના ભરત
રાણા તરફથી 2000 અને લાલજી હીરજી વેકરિયા તરફથી 1000નું દાન જાહેર કરાયું છે.