ગાંધીધામ, તા.
27 : ભચાઉના લખાવટ તથા નેર અમરસરની સીમમાં ખાનગી વીજ કંપનીના રૂા. 3,35,000ના સામાનની
ચોરી અંગે પોલીસે 11 શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ
હસ્તગત કરાયો હતો. લાખાવટ અને નેર અમરસરની સીમમાં ખાનગી વીજ કંપનીના રૂા. 3,35,000ના
સામાનની ચોરી તા. 18-12થી 22-12 દરમ્યાન થઇ હતી, જે અંગે રમેશ લાલચંદ યાદવે તા.
23-12ના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે તપાસ કરતી પોલીસે ભચાઉના સબ્બિર
કેસર નારેજા, સોયબઅલી કાસમ ભટ્ટી, અમીરખાન જાનમામદ લંઘા, અમીરખાન ગુલમામદ સીદી, ઇબ્રાહીમ
હુસેન કક્કલ, રસુલ ખમીશા થૈયબ, આધોઇના આરિફ કરીમ લંઘા, નજીર કરીમ લંઘા, ફિરોઝ ઉર્ફે
ફિરિયો સમીર કુરેશી, વણોઇ વાંઢના શરીફ જુશબ ત્રાયા તથા ભાવનગરના અબ્દુલરસિદ રફિક હમીદાણી
(મેમણ) નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી 7,240 કિલો એલ્યુમિનિયમના
વાયર તથા હાર્ડવેર ફિટિંગ સામાન, નંબર વગરનું બાઇક, કાર નંબર જી.જે. 02-બીપી 6397,
આઇસર ટેમ્પો નંબર જી.જે. 16-એ.ડબલ્યુ 3450 જપ્ત કરવામાં આવ્યા હતા. આ શખ્સોએ અન્ય કોઇ
બનાવને અંજામ આપ્યો છે કે કેમ ? તથા ટોળકીમાં અન્ય કોણ કોણ?છે તે સહિતની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.