• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

નખત્રાણામાં શાકભાજીના ભાવ ગગડયા

નખત્રાણા, તા. 27 : ખેતપેદાશ અન્ય વસ્તુઓ સાથે શાકભાજીની પેદાશમાં અગ્રેસર નખત્રાણા તાલુકાની વાડીઓમાં શિયાળુ શાકભાજી ટમેટા, મરચાં, મુળા, લીલી ડુંગળી, પાલકભાજી, મેથી, રિંગણા, કોબી, ફ્લાવર, કાકડી સહિતની વિવિધ લીલોતરી સહિતની શાકભાજી પેદાશ-ઉપરાંત જિલ્લા મથકથી આવતા શાકભાજીની વધુ આવકના કારણે ભાવો ગગડી ગયા હતા. નખત્રાણાની વિરાણી રોડ પર આવેલ નીલકંઠ ફ્રૂટ અને વેજિટેબલ માર્કેટના શાકભાજીના વેપારી કાનાભાઇ ચૌહાણે કચ્છમિત્રને જણાવ્યું હતું કે, શાકભાજી જેવી વસ્તુઓના ઘટતા ભાવોથી ગ્રાહક ઊંચા ભાવે ખરીદી છેતરાય નહીં તે માટે ઘટેલા ભાવનું પ્રજાને ધ્યાને લેવા રિક્ષાથી લાઉડ સ્પીકર ફરાવી ભાવોની માહિતી આપવામાં આવે છે. આથી નીચા ભાવના શાકભાજી ખરીદવા ગ્રાહકો ઉમંગભેર ઊમટી ખરીદવા લાઇન લગાવે છે. શ્રી ચૌહાણે નફાની વાત કરતાં તેમણે શાકમાં મીઠું પડે તેવા પ્રમાણમાં ઓછા નફે વધુ વેપાર કરી ગ્રાહકોના આશીર્વાદ મેળવવાને વધુ માને છે, સવારે 8થી 1 સાંજે 3થી 8 વેચાણ માટે માર્કેટ સતત ચાલુ રહે છે, તેવું જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd