• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

ખેલકૂદથી શારીરિક - માનસિક વિકાસ થાય છે

ભુજ, તા. 27 : જીમખાના સ્પોર્ટસ સેન્ટર, ભુજ દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી આયોજિત ઓપન ગુજરાત લોન ટેનિસ સ્પર્ધાની પૂર્ણાહુતિ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે રમતગમત માનસિક અને શારીરિક ક્ષમતા બંનેનો વિકાસ કરે છે અને આવી મોટી સ્પર્ધાઓથી ખેલની સંસ્કૃતિ વિકસે છે. સ્પર્ધા સંપન્ન થયા બાદ ઈનામ વિતરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે બીએસએફના મરીન યુનિટના કમાન્ડિંગ ઓફિસર પ્રવીણકુમાર તથા કચ્છમિત્રના સિનિયર સબએડિટર મુંજાલ સોની તથા જીમખાનાના ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ટેનિસ મંત્રી કિશન વરૂ, ઈન્ડોર મંત્રી રાજુ ભાવસાર, જયેશ સચદે તથા જયદીપ પટેલ વગેરેના હસ્તે વિજેતાઓને ઈનામો અપાયાં હતાં. ઓપન સિંગલ્સમાં તીર્થ દોશી ચેમ્પિયન (ભુજ) તથા રનરઅપ યશદ ગણાત્રા (અમદાવાદ), જ્યારે ડબલ્સમાં તીર્થ દોશી-કબીર ચોથાણી (ભુજ) ચેમ્પિયન તથા રનરઅપ ઓમ રાખોલિયા - તેજસ જગાણી (રાજકોટ) થયા હતા. ઉલ્લેખનીય છે કે તીર્થ દોશી છેલ્લા 3 વર્ષથી બન્ને સિંગલ્સ તથા ડબલ્સમાં ચેમ્પિયન થાય છે. અબોવ 45 વર્ષમાં યોગેશ જોશી ચેમ્પિયન, જ્યારે જમીર ચોથાણી રનરઅપ થયા હતા. ડબલ્સમાં યોગેશ જોશી - ડો. પરાગ મર્દાનિયા (માંડવી) ચેમ્પિયન તથા જયદીપ પટેલ - જમીર ચોથાણી રનરઅપ થયા હતા. અબોવ 60 વર્ષમાં સિંગલ્સમાં ચેમ્પિયન યોગેશ શાહ તથા મનીષ ઠક્કર રનરઅપ તથા ડબલ્સમાં યોગેશ શાહ (અ'વાદ) તથા ભૂપેન્દ્ર બદરાણિયા (જામનગર) ચેમ્પિયન, જ્યારે મનીષ ઠક્કર - પી. એન. રાઠોડ રનરઅપ થયા હતા. દરેક ફાઈનલમાં રેફરી તરીકે ધવલ ઠક્કર, ઝુબીન ઠક્કર, અખ્તર લાહેજી તથા સમીર લાડકાની ટીમે સેવા આપી હતી. ભુજ જીમખાના જે જુનિયરો નોંધપાત્ર દેખાવ કરે છે તેઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરે છે એવા ખેલાડીઓ હુમૈલ લાહેજી, આદી આડેસરા, હાર્દ મહેતા, વિરાજ ભાનુશાલી, પ્રાન્સી સોઢા તથા સીતા રબારીને ટ્રોફીઓ અપાઈ હતી. વિજેતાઓને ટ્રોફીઓ જીમખાના ટેનિસ સભ્ય જીત ગોહિલ (મોડર્ન એડ) તરફથી અપાઈ હતી. ટેનિસ ગ્રુપના સભ્યો જિતેન આડેસરા, બીમલ ઠક્કર, રવિ રાજગોર, રાજ ઠક્કર, કૌશલ પીઠડ, હર્ષલ જોશી, નિમિત ચોથાણી, તપન ઠક્કર, ભાર્ગવ મહેતા, હિમાંશુ જોશી, બશીર લાહેજી, સમય પારેખ, સુનીલ દવે, દર્શન ઠક્કર, ભૂપેન્દ્ર શાહ, નીલ સચદે, કિરણ રૂપારેલ, સૈફાન મનસુરી, અભિનવ કોટક, હેત શાહ, ઓમ ઠક્કર, ધૈર્ય દાવડા વગેરેએ આયોજન પાર પાડયું હતું.  હાલના જીમખાનાના હોદ્દેદારો તેમજ પ્રદીપ ઝવેરી, હિમાંશુ ચોથાણી તથા મેહુલ સોમૈયા વગેરેએ ચર્ચા કરી નજીકના ભવિષ્યમાં જીમખાના મધ્યે ટેનિસ પ્રિમીયર લીગનું આયોજન કરવા વિચારણા કરી હતી. જીમખાના પ્રમુખ બહાદુરસિંહ જાડેજાએ સમગ્ર આયોજનને બિરદાવી ટેનિસ ગ્રુપને અભિનંદન તથા વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. સંચાલન જિતેન ઠક્કરે કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd