• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

એસ.આર.સી.ના ડાયરેક્ટર પદની ચૂંટણી માટે મતદાન શરૂ

ગાંધીધામ, તા. 27 : શહેરની પાયાની સંસ્થા સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરશેનના બે ડાયરેક્ટર પદની ચૂંટણી માટે લાંબા આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર વચ્ચે ભારે ગરમાવો આવ્યો છે, ત્યારે આજથી બે પદ માટે ઈ- વોટિંગનો આરંભ થયો હતો. આગામી તા. 30નાં પરિણામ જાહેર થશે. એસ.આર.સી.ની સ્થાપનાના 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ડાયરેકટરને બે પદ માટે  8 ઉમેદવારો મેદાનમાં છે. નિવૃત્ત થતા ડાયરેકટરો પ્રેમ લાલવાણી, સુરેશ નિહાલાણી, સેવક લખવાણી, નીતા મનોજ મનસુખાણી, વિક્રમ અશોક ભાટિયા, કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જર, દીપક લાખાણી અને ધ્રુવ લક્ષ્મણ દરિયાણી ચૂંટણી મેદાનમાં છે. સી.ડી.એસ.એલ. દ્વારા તા. 27થી તા. 29 સુધી ઈ-વોટિંગનો આરંભ કરાયો છે. અત્યાર સુધી લોકો ઘરે બેઠા ઈ-મેઈલ ઉપર મતદાન કરતા હતા. આ વખતે પ્રથમ વખત આદિપુર અને ગાંધીધામના શેરહોલ્ડરોને ઈ-વોટિંગ અંગે માર્ગદર્શન આપવા માટે પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રથમ વખત ગાંધીધામમા ટાઉનહોલ ખાતે અને આદિપુરમાં પ્રભુદર્શન ખાતે મતદાન મથકની સુવિધા ઊભી કરવામાં આવી છે. બન્ને સ્થળોએ સવારથી સાંજ સુધી સેંકડોની સંખ્યામાં શેરહોલ્ડરોએ મતદાન કરીને ઉત્સાહ દર્શાવ્યો હતો. હજુ પણ શનિવારે અને રવિવારે સાંજે 5 વાગ્યા સુધી આ સુવિધા જારી રહેશે. આ ઉપરાતં અન્ય ઉમેદવારોએ પણ મતદારો સુધી પહોંચવા માટે વ્યાયામ આદર્યો હતો. પ્રેમ લાલવાણી અને સુરેશ નિહાલાણી લોકો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા, તો અન્ય ઉમેદવારોએ ડોર-ટુ-ડોર પ્રચાર કરીને સભાસદો સુધી પહોંચ્યા હતાં. આજે શહેરમાં દિવસભર કડકડતી ઠંડી સાથે એસ.આર.સી. ચૂંટણીનો મુદ્દો ચર્ચાની એરણે ચડયો હતો. સી.ડી.એસ.એલ. દ્વાર આગામી રવિવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ જ મતદાનના આંકડા જારી કરાશે. જો કે, બન્ને મતદાન મથકો ઉપર સારી સંખ્યામાં મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચારના કારણે પણ સંકુલમાં સ્થાનિક સ્વરાજ્ય જેવી ચૂંટણીનો માહોલ એસ.આર.સી.ની ચૂંટણીમાં જણાયો હતો.

એસ.આર.સી.ની ચૂંટણી પ્રક્રિયા સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

ગાંધીધામ, તા. 27 : એસ.આર.સી.ના બે ડાયરેકરટના પદ માટેની ચૂંટણી ઉપર મનાઈ હુકમ મેળવવા કરાયેલા દાવાને ગાંધીધામની કોર્ટે ફગાવી દેવાયો છે ત્યારે આ મુદ્દે હવે આખી ચૂંટણી પ્રક્રિયાને  પડકારવા કાર્યવાહી કરાશે. રવીન્દ્ર સબરવાલે જણાવ્યું હતું કે, આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. મનાઈ હુકમનો દાવો રદ થવાથી લડત પૂરી નથી થતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર ચૂંટણીને પડકારવા માટેની કાનૂની પ્રક્રિયા આદરવામાં આવશે. દાવામાં  એ.જી.એમ. ઉપર કોઈ મનાઈ હુકમ માગ્યો ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd