• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

રનઆઉટમાં ભૂલ કોની ? યશસ્વીની કે કોહલીની ?

મેલબોર્ન તા.27: બોક્સિંગ ડે ટેસ્ટના આજે બીજા દિવસે યશસ્વી જયસ્વાલનું રનઆઉટ થવું મેચનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ 82 રને રનઆઉટ થયો હતો. તેના રનઆઉટ થવા પર વિરાટ કોહલી પર કેટલાક વિશેષજ્ઞો પસ્તાળ પાડી રહ્યા છે તો કેટલાક બચાવ કરી રહ્યા છે. આ મામલે આજની રમત પછીના ક્રિકેટ લાઇવ કાર્યક્રમમાં બે કોમેન્ટેટર સંજય માંજરેકર અને ઇરફાન પઠાણ વચ્ચે વિવાદ થયો હતો. માંજરેકરે યશસ્વીના રનઆઉટ માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવ્યો હતો. તો પઠાણની દલીલ હતી કે એક બેટર તો રનઆઉટ થવાનો જ હતો. યશસ્વીએ ઝડપી શોટ માર્યોં હતો અને તે તુરત દોડી આવ્યો હતો. કોહલી તેનો કોલ સમજી શકયો ન હતો. માંજરેકરે કહ્યંy સ્ટ્રાઇક પરના બેટરના કોલ પછી સારા છેડાના બેટરે પાછું ફરીને જોવાનું હોતું નથી. દોડી જવાનું હોય છે. જે સીધો સાદો કોચિંગ નિયમ છે. કોહલીએ તેમાં ભૂલ કરી એટલે યશસ્વી રન આઉટ થયો. આ પસ્તાવાના દબાણમાં જ તેણે પછી તુરત પોતાની વિકેટ ગુમાવી. માંજરેકરની આ વાત સાથે ઈરફાન પઠાણ અસહમત રહ્યો હતો. આથી માંજરેકરે કહ્યંy કે હવે કોચિંગ બૂકમાં ઇરફાન પઠાણ નવી વ્યાખ્યા ઉમેરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd