• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

મોટા દિનારા નજીક શિકારી ટોળકી ઝડપાઈ

ભુજ, તા. 27 : તાલુકાના મોટા દિનારા માર્ગ પર વન્ય પ્રાણી જંગલી ભૂંડ (સૂવર)ના શિકાર કરતી ટોળકીને ખાવડા પોલીસે પકડી પાડી શિકારી પ્રવૃત્તિમાં વપરાયેલા સાધનો સહિત કુલ રૂા. 1,10,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોટા દિનારાથી આગળના માર્ગ પર બે મૃત સૂવર તથા શિકાર માટેના હથિયારો સાથે રહેલા વાલજી ધનજી કોલી, ભીમા દેવા કોલી, અરજણ અલુ કોલી અને રવજી ધનજી કોલી (રહે. તમામ કોટાય, તા. ભુજ)ને પોલીસે ઝડપી પાડયા હતા. તેમના પાસેથી હથિયાર ઉપરાંત એક માલવાહક વાહન, બે મોબાઈલ મળી કુલ રૂા. 1,10,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd