ભુજ, તા. 27
: અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે
19134 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. મગફળીની ખરીદી અંગે વિગતો આપતા સંસ્થાના
ચેરમેન હઠુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના
ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરાયો હતો, જે અંતર્ગત જિલ્લામથકે
આવેલી માર્કેટયાર્ડમાં નોંધણી કરાવેલા 810 ખેડૂત પૈકી 558 ખેડૂત પાસેથી 40 કિલોના
2713ના ભાવે 35 કિલોની એક એવી 54,670 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદીનો
ભુજ તાલુકાના વરલી, દેશલપર, મમુઆરા, નાડાપા, રાયધણપર, પદ્ધર, કાળી તળાવડી, ચુબડક, જાંબુડી,
રેહા, કોટડા, ભારાપર સહિતના ખેડૂતોએ લાભ લીધો હતો.