• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

ભારતની જીત, હાર કે ડ્રો : આજે ફેંસલો

મેલબોર્ન, તા.29 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચેથી અને બોક્સિંગ ડે ટેસ્ટ રોમાંચક બની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને પાસે જીતની તક છે. ડ્રોની પણ સંભવાના છે. મેચના આવતીકાલે સોમવારે છેલ્લા દિવસે પરિણામ કોઈ પણ ટીમના પક્ષમાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વિકેટે 110 દડામાં પપ રનમાં ઉમેરો કરીને ભારતની મુશ્કેલી વધારી છે. આથી તેનું પલડું થોડું ભારે લાગી રહ્યંy છે. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 9 વિકેટે 228 રન થયા છે. આથી તે ભારતથી 333 રન આગળ થયું છે. તેને પહેલા દાવમાં 10પ રનની મહત્ત્વની સરસાઈ મળી હતી. ભારતનો પ્રથમ દાવ આજે સવારે 369 રને સમાપ્ત થયો હતો. સદીવીર નીતિશકુમાર રેડ્ડી 114 રને લિયોનનો શિકાર બની આઉટ થયો હતો. આજની ચોથા દિવસની રમતના અંતે નાથન લિયોન પ4 દડામાં પ ચોગ્ગા સાથે 41 રને અને સ્કોટ બોલેંડ 6પ દડામાં 1 ચોગ્ગા સાથે 10 રન થયા હતા. એક તબક્કે બુમરાહ અને સિરાજની કાતિલ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 91 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી લાબુશેન અને કપ્તાન કમિન્સ વચ્ચે સાતમી વિકેટમાં પ7 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. લાબુશેન 139 દડામાં 3 ચોગ્ગા સાથે 70 રને અને કમિન્સ 90 દડામાં પ ચોગ્ગા સાથે 41 રને આઉટ થયા હતા. આ પછી આખરી વિકેટનાં રૂપમાં લિયોન અને સ્કોટ બોલેન્ડે ભારતીય બોલરોને હંફાવીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 228 રને પહોંચાડી દીધો હતો. આથી તે ભારતથી 333 રને આગળ થયું છે. આ પહેલા બુમરાહે ઓસિ. ઓપનર સેમ કોંસ્ટાસને 8 રને ક્લીન બોલ્ડ કર્યો હતો. ખ્વાઝા (21) અને સ્મિથ (12) સિરાજના શિકાર બન્યા હતા. ટ્રેવિસ હેડ (1)ને આઉટ કરી બુમરાહે ટેસ્ટ કેરિયરની 200 વિકેટ પૂરી કરી હતી. મિચેલ માર્શ ઝીરોમાં અને એલેકસ કેરી 2 રને બુમરાહના દડામાં આઉટ થયા હતા. ભારત તરફથી બુમરાહને 4 અને સિરાજને 3 વિકેટ મળી હતી. આ પહેલા આજે સવારે ભારતનો પ્રથમ દાવ 119.3 ઓવરમાં 369 રને સમાપ્ત થયો હતો. સદીવીર નીતિશ રેડ્ડી 114 રને આઉટ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd