• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

સી.એ.ની ફાઈનલ પરીક્ષામાં ગાંધીધામના 13, ભુજના નવ સફળ

ગાંધીધામ, તા. 29 : ઈન્સ્ટિટયૂટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ  ઈન્ડિયા દ્વારા ગત નવેમ્બર 2024માં લેવાયેલી સી.એ. ફાઈનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. સમગ્ર દેશના માત્ર 13 ટકા વિદ્યાર્થી સફળ થયા હતા, તે પૈકી કચ્છનાં આર્થિક પાટનગર ગાંધીધામના 13 અને ભુજના નવ વિદ્યાર્થી સફળ થયા હતા સી.એ. કોર્સની ફાઈનલની પરીક્ષા કુલ 1,47,209 વિદ્યાર્થીએ આપી હતી, જેમાં બંને ગ્રુપની પરીક્ષા આપનાર કુલ 30,776 પૈકી 4,134 વિદ્યાર્થી  જ્યારે ગ્રુપ એકમાં 66,987 વિદ્યાર્થીમાંથી 11,253, તેમજ ગ્રુપ બેમાં 49,459માંથી 10,566 જેટલા વિદ્યાર્થી પાસ થયા હતા. આમ, સમગ્ર દેશમાંથી 11,500 જેટલા વિદ્યાર્થી સી.એ. બન્યા છે. ગાંધીધામ સી.એ. બ્રાન્ચના ચેરપર્સન સી.એ. નરેન્દ્ર પટેલે  જણાવ્યું હતું કે, ગાંધીધામ સેન્ટર ઉપરથી  કુલ 13 વિદ્યાર્થી સફળ બન્યા છે. જેમાં વિદ્યાર્થીઓમાં ફવાદ ખત્રી, પાર્થ મહેતા, રાજન સાવલિયા, યશ્વી શાહ, સરફરાઝ નાથાણી, કરણ અયાચી, સનત સાબૂ, પ્રાચી રાઠોડ, હર્ષ લાલવાણી, મમતા માખીજા, નેમી સંગવી, ઉર્મી ઠક્કર તથા ઈસ્માઈલ કુકસ્વાડિયાનો સમાવેશ થાય છે. જ્યારે ભુજ સેન્ટર પરથી નવ વિદ્યાર્થી સફળ બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd