ગાંધીધામ, તા.
29 : અંજાર તાલુકાના વરસાણા નજીક બે મિત્રોને માર મારી રૂા. 3 લાખની લૂંટ ચલાવનારા
પૈકી ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા. હરિયાણાના ઝઝરમાં રહેનાર ફરિયાદી રાકેશ દેવીસિંઘ
રાજપૂત સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી તેને એક કા તીન તકરવાની લાલચ આપી આરોપીઓએ
તેને ગાંધીધામ બોલાવ્યો હતો, બાદમાં ફરિયાદી અને તેનો મિત્ર કુલદીપ અહીં આવ્યા હતા.
બંનેને વરસાણા બાજુ લઇ જઇ છ શખ્સે માર મારી તેમની પાસેથી પાંચ લાખમાંથી રૂા. 3 લાખની લૂંટ કરીને નાસી ગયા હતા,
જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ આદરી હતી અને છ પૈકી કનૈયાબેના
જમનશા ભચલશા શેખ, નાસીરશા ભચલશા શેખ તથા અંજારના અબ્દુલ રજાક હાજી જેથડા (ગરાસિયા)
નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 50,000, એક મોબાઇલ,
બનાવમાં વપરાયેલ કાર નંબર જી.જે. 36 એલ-0429, કાર નંબર જી.જે. 06, એચ.એસ.-2763, બેટ
એમ કુલ રૂા. 8,55,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય શખ્સોને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં
આવી છે.