• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

ભુજમાં યોજાનારા મર્યાદા મહોત્સવનું મુખ્યમંત્રી સહિત અગ્રણીઓને આમંત્રણ

ભુજ, તા. 29 : જૈનાચાર્ય મહાશ્રમણજી કચ્છમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવી રહ્યા છે તેમજ મર્યાદા મહોત્સવની સાથે ફતેહગઢના સંઘવી પરિવારના 16 વર્ષીય કેવિનકુમારના દીક્ષા પ્રસંગની પણ પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે અને આ પ્રસંગે આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ સમિતિના અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ જગદીશ પંચાલ વિગેરેને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તેરાપંથ સભા, મહિલા મંડળ, યુવક પરિષદ તથા અણુવ્રત સમિતિએ તૈયારીઓ આરંભી છે. ત્યારે રાજકીય અગ્રણીઓએ પણ આમંત્રણ સ્વીકાર્યું હોવાનું અને શુભેચ્છા આપી હોવાનું મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd