ભુજ, તા. 29
: અહીંનાં સ્વામિનારાયણ વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બલભદ્ર ધાર્મિક પ્રિતેશભાઇ
અંતરિક્ષનું અવલોકન કરવા પોતાની ખગોળ રૂચિ દ્વારા જાત મહેનતે ટેલિસ્કોપનું નિર્માણ
કરી સિદ્ધિ હાંસલ કરી હતી. ધાર્મિકને બાળપણથી જ અંતરિક્ષ પ્રત્યે વધુ રસ હતો. દસમાં
ધોરણમાં આ રુચિ વધુ જાગતા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ તથા અમુક સાધનો ઓનલાઇન મગાવીને
પીવીસી પાઇપની સહાય દ્વારા ટેલિસ્કોપનું નિર્માણ કર્યું હતું. આ નિર્માણ વખતે ઘણી મહેનત
કરવી પડી હતી, અંતે ટેલિસ્કોપનું મોડેલ બનાવવામાં સફળતા મળી હતી. આ ટેલિસ્કોપની મદદથી
શનિ ગ્રહના વલયો, વલયો વચ્ચેની જગ્યા, કસીની ડિવિઝન, ગુરૂ ગ્રહના વાદળ, તેના ચાર મોટા
ચંદ્ર પોતે તેમજ પરિજનોને પણ બતાવ્યા હતા. ટેલિસ્કોપથી ચંદ્રની સપાટીના ખાડા, કાળા
ધબ્બા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ ટેલિસ્કોપનું મોડેલ જોવા યુ ટયૂબમાં `ઈંગઉઘ ઈઘજખઈંઈ ઘઉઢજજઊઢ'
સર્ચ કરવા ધાર્મિકે જણાવ્યું હતું.