ભુજ : ઊભરતી પ્રતિભાઓને
પ્રોત્સાહનમાં દાતાઓ પાછળ પડતા નથી. કચ્છમિત્ર ટ્રોફીના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર
અંજાર સ્થિત ન્યૂ મુરલી બેકરી પ્રા. લિમિટેડના અલ્પેશ ઠક્કર તરફથી ફાઇનલના મેન ઓફ ધ
મેચ હરમન ધનોતાને રૂા. એક લાખનું માતબર ઇનામ
અપાયું હતું. તેને ઇનામ આપવામાં સાથે સાંસદ વિનોદભાઇ ઉપરાંત કચ્છમિત્રના કોર્પોરેટ
બ્યૂરોના વડા અઝીમ શેખ વગેરે જોડાયા હતા. હરમને પણ સારી ભાવના દર્શાવીને લાલજી રૂડા
પિંડોળિયા રમત સંકુલનાં મેદાન અને જાળવણીની પ્રશંસા કરી એક લાખ પૈકી રૂા. 21000 ગ્રાઉન્ડ્સમેન
માટે જાહેર કર્યા હતા. તેની ભાવનાને સૌએ બિરદાવી હતી.