વેલિંગ્ટન, તા.8 :
ન્યુઝિલેન્ડની ધરતી પર ઇંગ્લેન્ડનો 16 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી વિજય થયો છે. બીજી ટેસ્ટના
ત્રીજા દિવસે ઇંગ્લેન્ડનો 323 રને જોરદાર વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી 2-0ની અપારજિત
સરસાઇથી કબજે કરી હતી. પ83 રનના એવરસ્ટ સમાન
વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝિલેન્ડ ટીમ આજે ચાના સમય બાદ પ4.2 ઓવરમાં 2પ9 રને
ઓલઆઉટ થઈ હતી. આ પહેલાં આજે ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ જો રૂટને સદીની મદદથી 6 વિકેટે
427 રને ડિક્લેર કર્યો હતો. ઇંગ્લેન્ડે તેના બન્ને દાવમાં બેઝબોલ સ્ટાઇલથી બેટિંગ કરી
હતી. બીજા દાવમાં તેની પ્રતિ ઓવર એવરેજ પ.17 રન રહી હતી. 123 અને પપ રનની બે શાનદાર
ઇનિંગ રમનાર હેરિ બ્રુક પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં નંબર
વન બેટધર જો રૂટે તેની 36મી ટેસ્ટ સદી ફટકારીને 130 દડામાં 11 ચોગ્ગા સાથે 106 રન કર્યા
હતા. બેન ડકેટે 112 દડામાં 92, જેકોબ બેથલે 118 દડામાં 96, હેરી બ્રુકે 61 દડામાં પપ
અને કપ્તાન બેન સ્ટોકસે 42 દડામાં 49 રનની અણનમ ઇનિંગ રમી હતી. આથી ઇંગ્લેન્ડે
82.3 ઓવરમાં 6 વિકેટે 427 રને દાવ ડિકલેર કર્યો હતો. પ83 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કિવિઝ ટીમ 2પ9 રને
હાંફી ગઈ હતી. વિકેટકીપર ટોમ બ્લંડલે લડાયક સદી ફટકારીને 102 દડામાં 13 ચોગ્ગા-પ છગ્ગા
સાથે 11પ રન કર્યા હતા. કપ્તાન લાથમ 24 અને સ્ટાર કેન વિલિયમ્સન 4 રને આઉટ થયા હતા.
ડેરિલ મિચેલે 32 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 3 વિકેટ લીધી હતી.
વોકસ, કાર્સ અને બશિરને 2-2 વિકેટ મળી હતી.