• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

બીજી ટેસ્ટમાં બાંગલાદેશની વાપસી : વિન્ડિઝથી 211 રન આગળ

કિંગ્સટન, તા.3 : મીડિયમ પેસર નાહિદ રાણાની પ વિકેટની મદદથી બાંગલાદેશે વાપસી કરીને બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શિકંજો કસ્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે બાંગલાદેશ 211 રને આગળ થયું છે અને પ વિકેટ હાથમાં છે.  ગઈકાલે 70 રને 1 વિકેટથી પહેલો દાવ આગળ વધારનાર વિન્ડિઝ ટીમનો 6પ ઓવરમાં 146 રને ધબડકો થયો હતો. વિન્ડિઝે આખરી 9 વિકેટ 61 રનમાં ગુમાવી હતી. નાહિદ રાણાએ 61 રનમાં પ અને હસન મહમૂદે 2 વિકેટ લીધી હતી. વિન્ડિઝ તરફથી કપ્તાન ક્રેગ બ્રેથવેટે 39 અને કેસી કાર્ટીએ 40 રન કર્યા હતા. બાંગલાદેશના પહેલા દાવમાં 164 રન થયા હતા. આથી તેને 18 રનની સરસાઇ મળી હતી. આ પછી બીજા દાવમાં બાંગલાદેશે પ વિકેટે 193 રન કર્યા હતા. શાદમાન ઇસ્લામે 46 અને કપ્તાન મહેંદી હસન મિરાજે 42 રન કર્યા હતા. જાકેર અલી 29 અને તૈજુલ ઇસ્લામ 9 રને નોટઆઉટ રહ્યા હતા. શમાર જોસેફે 2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd