મુંબઈ, તા.પ : કપ્તાન રોહિત શર્માએ સ્વીકાર્યું કે ન્યુઝીલેન્ડ
સામેની 0-3ની કારમી હાર માટે તેના સહિતના બેટધરો જવાબદાર છે. જો કે તેની ટીમ ઓસ્ટ્રેલિયામાં
કંઈક ખાસ કરવાની કોશિશ કરશે. ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માએ
માત્ર 91 અને વિરાટ કોહલીએ માત્ર 93 રન જ કર્યા હતા. જે હારનું મુખ્ય કારણ બની રહ્યા.
રોહિતે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવું સરળ નથી હોતું પરંતુ ઓસ્ટ્રેલિયામાં
પાછલી બે શ્રેણીમાં અમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું એમાંથી અમે ઘણો આત્મવિશ્વાસ હાંસલ
કરી શકીએ છીએ. અમારે હવે એ વિચાર જ રાખવો પડશે. રોહિતે કહ્યંy હાલમાં અમે બેટિંગમાં આક્રમક રણનીતિ અપનાવી
છે. આથી જલ્દીથી વિકેટો પડે છે. હું ખુદ મારી રમત પર મનોમંથન કરીશ. મારે અને વિરાટ
માટે એ મહત્વપૂર્ણ છે કે અમે ભૂલો કેમ સુધારીએ છીએ. અમે હવે ફક્ત ઓસ્ટ્રેલિયા પ્રવાસ
પર જ ધ્યાન કરીએ છીએ. આ શ્રેણી ઘણી મહત્ત્વપૂર્ણ છે. એ પછી અમારું શું થશે (ડબ્લ્યૂટીસી
ફાઇનલ દોડ) એ વિશે વિચારતા નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એક પણ અભ્યાસ મેચ જ રમવાના નિર્ણય
પર સુકાની શર્માએ સ્પષ્ટતા કરી કે આ નિર્ણય ટીમ મેનજમેન્ટનો છે. આ પહેલા રોહિત શર્માએ
ન્યુઝીલેન્ડ સામેના ત્રીજા ટેસ્ટની 2પ રનની હાર પછી કહ્યંy કે, તેની કેરિયરની આ સૌથી મોટી હાર છે.
મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમ 147 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા 121 રનમાં ઢેર થઈ ગઈ હતી.
આ સાથે જ ભારતે ઘરઆંગણે પહેલીવાર કોઈ ટીમ સામે 0-3થી વ્હાઇટવોશ સહન કર્યો હતો.