• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ન્યૂઝિલેન્ડ મહિલા ટી-20 વિશ્વ વિજેતા

દુબઇ, તા. 20 : મહિલા ટી-20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ પહેલીવાર ચેમ્પિયન બન્યું છે. સ્પર્ધામાં ડાર્કહોર્સ તરીકે ઉતરેલી કિવિઝ મહિલા ટીમનો ફાઇનલમાં દ. આફ્રિકા સામે 32 રને ભવ્ય વિજય થયો હતો. બીજી તરફ દ. આફ્રિકન ટીમ ફરી એકવાર આઇસીસી ટૂર્નામેન્ટમાં `ચોકર્સ' સાબિત થઇ છે. આ વર્ષે જ આફ્રિકાની પુરુષ ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત સામે હારી હતી. હવે આજે મહિલા ટી-20 વિશ્વ કપના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી છે અને રનર્સ અપ ટ્રોફીથી સંતોષ માનવો પડયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ક્રિકેટની આ પહેલી વર્લ્ડ કપ ટ્રોફી છે. ફાઇનલમાં1પ9 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં દ. આફ્રિકી મહિલા ટીમના 20 ઓવરમાં 9 વિકેટે 126 રન જ થઇ શકયા હતા. આફ્રિકા તરફથી સૌથી વધુ 33 રન કપ્તાન લોરા વુલફાર્ટે કર્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી રોઝમેરી મેયર અને કેપ્ટન એમિલિયા કેરે 3-3 વિકેટ લીધી હતી.  અગાઉ દ. આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો જુગાર ખેલ્યો હતો. ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે 20 ઓવરમાં પ વિકેટે 1પ8 રનનો સક્ષમ સ્કોર બનાવીને દ. આફ્રિકાને ભીંસમાં લીધું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી એમિલિયા કેરે 38 દડામાં 4 ચોગ્ગા ફટકારી 43 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. જયારે ઓપનર સૂજી બેટસે 31 દડામાં 3 ચોગ્ગા વડે 32 રન કર્યાં હતા. જો કે ઇન ફોર્મ બેટર જોર્જિયા પ્લિમર (9) સાથે નિષ્ફળ રહી હતી. કપ્તાન સોફી ડિવાઇન પણ છ રને નિષ્ફળ રહી હતી. બ્રુક હોલિડેએ આફ્રિકી બોલરોનો મકકમતાથી સામનો કરીને 28 દડામાં 3 ચોગ્ગાથી 38 રન કર્યાં હતા અને એમિલિયા કેર સાથે ચોથી વિકેટમાં 44 દડામાં પ7 રનની ઝડપી ભાગીદારી કરી હતી. બાદમાં મેડી ગ્રીને છ દડામાં 1 છગ્ગાથી 12 રન કરીને ન્યૂઝિલેન્ડને 1પ8 રન સુધી પહોંચાડયું હતું. મિ. એકસ્ટ્રાના 1પ રન પણ કિવિઝ સ્કોરમાં મહત્વના બની રહ્યા હતા. આફ્રિકા તરફથી એન. મલાબાને 2 વિકેટ મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang