નવી દિલ્હી, તા. 10 : સર્વકાલિન મહાન ટેનિસ ખેલાડીઓ પૈકીના એક
સ્પેનના દિગ્ગજ રાફેલ નાદાલે સંન્યાસની જાહેરાત કરી છે. નાદાલે સોશિયલ મીડિયા પર એક
વીડિયો શેર કરીને ચાહકોને પોતાની નિવૃત્તિની ભાવુક રીતે જાણ કરી છે. 22 વખતનો ગ્રાંડસ્લેમ
વિજેતા અને લાલ માટીનો બાદશાહ ગણાતો રાફેલ રોઝર ફેડરર અને નોવાક જોકોવિચ સાથે વર્તમાન
સમયનો ટેનિસનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હતો. નડાલે
છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. તેણે છેલ્લે પેરિસ ઓલિમ્પિકમાં
ભાગ લીધો હતો. જ્યાં તે બીજા રાઉન્ડમાં હારીને બહાર થયો હતો. લાલ માટી રમાતી ગ્રાંડસ્લેમ
ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનમાં તેનો લગભગ બે દશક સુધી દબદબો રહ્યો હતો. 200પથી 2022 દરમિયાન
તેણે અહીં 14 વખત ખિતાબ કબજે કર્યા હતા. આ ઉપરાંત યૂએસ ઓપનમાં તે ચાર વખત અને વિમ્બલ્ડન
અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે-બે વખત ચેમ્પિયન બન્યો છે. નાદાલ આવતા મહિને સ્પેન તરફથી
આવતા મહિને ડેવિસ કપમાં ઉતરીને પોતાની આખરી ટૂર્નામેન્ટ રમશે. 38 વર્ષીય નડાલથી વધુ
ગ્રાંડસ્લેમ ટાઇટલ નોવાક જોકોવિચ (24) પાસે છે જ્યારે રોઝર ફેડરરે 20 ગ્રાંડસ્લેમ ખિતાબ
જીત્યા હતા.