• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ભારતની મહિલા-પુરુષ તિરંદાજી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

નવી દિલ્હી તા.24: ભારતે વિશ્વ તિરંદાજીના નવા ક્રમાંકના આધારે પેરિસ ઓલિમ્પિકના પુરુષ અને મહિલા ટીમના કવોટા હાંસલ કર્યાં છે. આથી ભારત પેરિસ ઓલિમ્પિકમાં આર્ચરીની તમામ પાંચેય સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ વર્ગમાં ક્રમાંકના આધારે ભારત અને ચીનને કવોટા મળ્યા છે. જયારે મહિલા વર્ગમાં ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા ક્રમાંકના આધારે કવોલીફાય થયું છે. પેરિસ ઓલિમ્પિકમાં 12 દેશ ટીમ સ્પર્ધામાં ચુનૌતિ રજૂ કરશે. જયારે મિશ્રિત સ્પર્ધાઓમાં પાંચ ટીમ વચ્ચે ટકકર થશે. અનુભવી તરણદીપ રોય અને દીપિકાકુમારી રેકોર્ડ ચોથીવાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જયારે ધીરજ બોમ્મદેવરા, ભજન કૌર અને અંકિતા ભકત ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. ભારતની આર્ચરી ટીમમાં પુરુષ વિભાગમાં તરૂણદીપ રોય, ધીરજ બોમ્મદેવરા અને પ્રવીણ જાધવ. મહિલા વિભાગમાં દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા ભકત.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang