પટણા, તા. 5 : બિહારમાં પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે છ
નવેમ્બરના રોજ થવાનું છે. 115 વિધાનસભા
ક્ષેત્રના 45,341 મતદાન કેન્દ્ર ઉપર સવારે સાત વાગ્યાથી સાંજે
છ વાગ્યા સુધી મતદાન થશે. છ વિધાનસભા ક્ષેત્રના 2135 મતદાન કેન્દ્ર ઉપર સવારે સાતથી સાંજે પાંચ વાગ્યા
સુધી જ મતદાન થશે. આ માટે બુધવારે સવારથી જ ડિસ્પેચ સેન્ટરમાંથી મતદાન કર્મચારીઓ ઈવીએમ-વીપેટ
અને અન્ય સામગ્રી લેવા એકત્રિત થયા હતા. સાંજ સુધીમાં સુધીમાં કેન્દ્રોએ પહોંચવા લાગ્યા
હતા. ગુરૂવારે સવારે પાંચ વાગ્યે બૂથ લેવલ એજન્ટોની હાજરીમાં મોક પલ કરવામાં આવશે.
જેના બે કલાક બાદ મતદાન શરૂ થઈ જશે. પહેલા તબક્કામાં 18 જિલ્લાની
121 બેઠક ઉપર મતદાન થવાનું છે. આ જિલ્લામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ,
સિવાન, સારણ, વૈશાલી,
સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા,
મુંગેર, લખીસરાય, શેખપુરા,
નાલંદા, પટણા, ભોજપુર અને
બક્સર સામેલ છે. આ 121 બેઠક
ઉપર કુલ 2496 ઉમેદવારી નોંધાઈ હતી. જેમાંથી 1939 ખરી ઉતરી હતી. વધુમાં 70 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. પ્રક્રિયા
બાદ ઉમેદવારની ચકાસણી કરવામાં આવતા અંતે વાસ્તવિક ઉમેદવાર 1314 રહ્યા હતા. જેમાં 1192 પુરુષ અને
122 મહિલા સામેલ છે. પહેલા તબક્કામાં કુલ 3.75 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેમાં
1.98 કરોડ પુરુષ અને 1.76 લાખ ત્રી તેમજ 758 થર્ડ જેન્ડર મતદાતા સામેલ છે. આ ઉપરાંત 1,00,904 સર્વિસ વોટર પણ મત આપશે. મતદાન કેન્દ્રો ઉપર
દિવ્યાંગ અને વૃદ્ધ મતદાતાઓ માટે વિશેષ સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. પહેલા તબક્કાના
મતદાનમાં 7,37,765 મતદાતા પહેલી વખત મતના અધિકારનો ઉપયોગ કરવાના
છે.