• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

બાંગલાદેશ ક્રિકેટ ટીમમાં હડકંપ : સુકાની પર મારપીટનો આરોપ

ઢાકા, તા.પ : બાંગલાદેશ મહિલા ક્રિકેટમાં હડકંપ મચી ગયો છે. બાંગલાદેશ મહિલા ટીમની કપ્તાન નિગાર સુલ્તાના પર ટીમની જૂનિયર ખેલાડીઓને મારપીટ કરવાનો આરોપ થયો છે. આ ઉપરાંત બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ પર આ વાત છૂપાવી રાખવાનો અને કપ્તાનને સાથ આપવાનો પણ આરોપ થયો છે. આ સનસનીખેજ આરોપ બાંગલાદેશ મહિલા ટીમની બહાર ચાલી રહેલી ઝડપી બોલર જહાંઆરા આલમે કર્યો છે. તેણીએ કહ્યંy છે કે, કપ્તાન નિગાર સુલ્તાના અને બોર્ડના આવા ખરાબ વ્યવહારને લીધે જ જૂનિયર ક્રિકેટર દેશ તરફથી રમવા દૂરી બનાવી રહી છે. જો કે, આ સંબંધે બાંગલાદેશ ક્રિકેટ બોર્ડે તમામ આરોપ નિરાધાર અને દુર્ભાવાના વાળા બતાવ્યા છે. જો કે, બાંગલાદેશમાં આ મામલે ઘેરા પડઘા પડયા છે. આક્ષેપ કરનારી ખેલાડી જહાંઆરા આલમે એમ પણ કહ્યંy છે કે, કપ્તાન સુલ્તાનાના ખરાબ વ્યવહારને લીધે જ હાલમાં વિશ્વ કપમાં ટીમ સારો દેખાવ કરી શકી નહીં. વિશ્વ કપમાં બંગાલદેશ ટીમ સાતમા સ્થાને રહી હતી. આલમનો આક્ષેપ છે કે, જૂનિયર ખેલાડી માફી માંગે, તો પણ તેમની સાથે મારપીટ થતી હતી. આથી તેમની માનસિક સ્થિતિ બગડી જતી હતી. હું ભોગ બની ચૂકી છું અને મારા જેવી બીજી અનેક પીડિત છે. 

Panchang

dd