• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

માધાપરની યુવતીએ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં ત્રણ મેડલ મેળવ્યા

ભુજ, તા. 4 : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી-રાજકોટ સંચાલિત સરદાર પટેલ સ્નાનાઘર ખાતે રાજ્યકક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં માધાપરની હિમધી ગિરીશભાઈ ચૌહાણ ત્રણ મેડલ મેળવી વિજેતા થઈ હતી. માધાપરના શિક્ષક દંપતી ગિરીશભાઈ અને ભાવનાબેન ચૌહાણની પુત્રી હિમધી ચૌહાણે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સિદ્ધિ બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદભાઈ સોલંકી, કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યાં છે. 

Panchang

dd