• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ભુજમાં સગીરાની છેડતી : વચ્ચે પડતાં માર માર્યો : પાંચ સામે ફરિયાદ

ભુજ, તા. 5 : શહેરની રામનગરીમાં સગીરાની છેડતી થતાં સાહેદો વચ્ચે પડતાં તેઓને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે સગીરાની માતાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1/11ના રાતે આઠ વાગ્યે રામનગરીમાં તેમની સગીર વયની દીકરી સામાન લઈને ઘરે આવતી હતી, ત્યારે આરોપી વિશાલ જોગીએ નિર્લજ્જ હુમલો કરી છેડતી કરી હતી અને આરોપી હરિયાએ સગીરાને પાડી દઈ ઈજાઓ પહોંચાડી હતી. આ છેડતીને લઈ સાહેદો વચ્ચે પડતાં સહ આરોપીઓ કાનો જોગી, જુમલો અને ઢોલુએ માર મારી ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતી અને માર માર્યા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ જૂના આ બનાવને લઈને આજે ભોગગ્રસ્ત પરિવાર પોલીસ કચેરીએ ધસી આવ્યો હતો અને રજૂઆત કરી હતી. 

Panchang

dd