• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

રાહુલનો બોમ્બ ફૂટતો કેમ નથી ? : ભાજપ

નવી દિલ્હી, તા. 5 : ભાજપ અને ચૂંટણીપંચ મતદારીયાદીમાં ગરબડ કરાવે છે, તેવા આરોપ ફરી મૂકનાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કેસરિયા પક્ષે કહ્યું હતું કે, મતચોરીના રાહુલના દાવા બોગસ છે. કન્દ્રીયમંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કેટલીક વિદેશી મહિલાઓનાં નામ લીધાં. રાહુલ પોતે સંસદસત્ર ચાલુ હોય ત્યારે વિદેશ ચાલ્યા જાય છે. કોંગ્રેસ સાંસદ ખુદ છાનામાના થાઈલેન્ડ અને કમ્બોડિયા જાય છે. વિદેશમાંથી મળતી પ્રેરણાના આધાર પર રાહુલ લોકોનો સમય બરબાદ કરે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, અમે પણ ચૂંટણી હાર્યા છીએ, પંરતુ કદી રડયા નથી કે ચૂંટણીપંચને ગાળો આપી નથી. અમે હંમેશાં પરિણામોનું સ્વાગત કર્યું છે. બિહારમાં આવતીકાલે ચૂંટણી છે, ત્યારે ધ્યાન ભટકાવવા માટે રાહુલ આવું કરે છે, તેવું રિજ્જુએ જણાવ્યું હતું. કોંગ્રેસ સાંસદ બોલે છે કે, એટમ બોમ્બ ફાટવાનો છે, પરંતુ એટમ બોમ્બ કદી ફાટતો કેમ નથી, તેવો સવાલ રિજ્જુએ કર્યો હતો. એસઆઈઆરથી જનતા ખુશ છે, પરંતુ રાહુલ રડી રહ્યા છે. બિહારમાં લોકો જ કહી રહ્યા છે કે, રાહુલ જ્યાં જાય છે, ત્યાં કામ બગાડી નાખે છે. 

Panchang

dd