• શનિવાર, 27 જુલાઈ, 2024

મેચ દિલ્હી જીત્યું, પણ ધોનીએ દર્શકોનાં દિલ જીત્યાં

વિશાખાપટ્ટનમ, તા.1: મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની 17મી સીઝનમાં પહેલીવાર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે દર્શકો ખુશીના માર્યા ઉછળી પડયા હતા. ધોનીએ આવતાની સાથે મુકેશકુમારના દડામાં ચોક્કો ફટકારી તેની ઇનિંગની શરૂઆત કરી. પછી ધોનીએ તેના જૂના અંદાજમાં બેટિંગ કરી હતી અને 16 દડામાં 3 છક્કા અને 4 ચોક્કાથી અણનમ અને આતશી 37 રનની ઇનિંગ રમીને દર્શકોને ખુશ કરી દીધા હતા. સીએસકેને મેચમાં તો હાર મળી, પણ ધોનીએ તેની બેટિંગથી દર્શકોનાં દિલ જીતી લીધા. ધોની જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે દિલ્હી સામે જીત માટે ચેન્નાઇને 23 દડામાં જીત માટે 72 રનની જરૂર હતી. 20મી ઓવરમાં ધોનીએ આતશબાજી કરીને એનરિક નોર્ત્ઝેની ધોલાઈ કરીને બે છક્કા અને બે ચોક્કાથી 20 રન ફટકાર્યા હતા. જો કે મેચમાં દિલ્હીનો 20 રને વિજય થયો હતો. ચેન્નાઇને ધોનીની 37 રનની ઇનિંગ જીત અપાવી શકી હતી. સાથે ધોનીએ એક નવો રેકોર્ડ તેનાં નામે કર્યો હતો. તેણે આઇપીએલની આખરી ઓવરમાં નવમી વખત 20 કે તેથી વધુ રન ફટકાર્યા છે. કેરિયરની 23મી મેચમાં ધોનીએ ઉપલબ્ધિ હાંસલ કરી છે. સૂચિમાં રોહિત શર્માના બીજા નંબર પર છે. તે આખરી ઓવરમાં 20 કે તેથી વધુ રન આઠ વખત બનાવ્યા છે જ્યારે આવું પરાક્રમ ઋષભ પંત વખત કરી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang