• મંગળવાર, 25 જૂન, 2024

મમુઆરામાં સી.એસ.આર. તળેના 12.74 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ

રતનાલ, તા. 20 : ભુજ તાલુકાના પધ્ધર સ્થિત બાલકૃષ્ણ ટાયર ઈન્ડસ્ટ્રીઝ (બી.કે.ટી.) દ્વારા મમુઆરા ગામમાં સી.એસ.આર. દ્વારા કરાયેલા પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બી.કે.ટી. દ્વારા ગામની પંચાયતી કુમાર પ્રાથમિક શાળામાં પાણીનો રૂમ, સરકારી માધ્યમિક શાળામાં ત્રણ કબાટ, સંગીતના સાધનો, કોમ્પ્યુટર સેટ, કન્યાશાળામાં પાંચ કોમ્પ્યુટર સેટ, કલાસરૂમ સાઉન્ડ સિસ્ટમ, વિવિધ સ્થળે શેડ, કૈલાસધામની દિવાલ સહિતકુલ રૂા.12,74,64નું વર્ષ 2023-24ના સી.એસ.આર. અંતર્ગત અનુદાન મળ્યુ હતું. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને સન્માન કાર્યક્રમમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઈ જાટીયા, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સામાજીક અગ્રણી સતિષભાઈ છાંગા, બી.કે.ટી.ના કર્નલ સુભેંદુ અંજારીયા, ડી.ડી. રાણા, નટુભા પરમાર, પ્રત્યંચ અંજારીયા સહિતનાનું સન્માન કરાયું હતું. પ્રારંભમાં સરપંચ ગોકુલભાઈ જાટીયાએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. ગ્રામજનો દ્વારા સહકાર આપનારા એકમના પ્રતિનિધિઓનું વિશેષ અભિવાદન કરાયું હતું. આભારવિધી વૃંદાબેન ગોરે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang