• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ખાસ ભરતીના પ્રથમ દિને કચ્છને મળ્યા 475 વિદ્યાસહાયક

ભુજ, તા. 6 : `જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ'ની શરતે કચ્છ જિલ્લા માટે ધો. 6થી 8 માટે ખાસ વિધાસહાયક ભરતી લાલન કોલેજ ખાતે ચાલુ છે, જેમાં ગુરુવારે પ્રથમ દિને  સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા. ગાંધીનગરથી ફાળવાયેલા કુલ 522 ઉમેદવાર પૈકી પ્રથમ દિવસે 480 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે 42 ઉમેદવાર ગેરહાજર રહ્યા. હાજર ઉમેદવારો પૈકી 475 ઉમેદવારે સ્થળ પસંદગી કરી હતી, તો પાંચ ઉમેદવારે પસંદગી ન કરી પોતાનો હક્ક જતો કર્યો હતો. દર વખતની જેમ આ વખતે  પણ ભુજ, અબડાસા અને લખપત તાલુકાની અંતરિયાળ જગ્યાઓ પ્રમાણમાં ઓછી ભરાઈ હતી, જ્યારે અન્ય તાલુકાઓની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. સ્થળ પસંદગી કરેલી જનરલ અને આર્થિક પછાત વર્ગના ઉમેદવારોને લાલન કોલેજ ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજાસિંહ ઝાલા ઉપરાંત શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ વગેરેના હસ્તે નિમણૂક હૂકમ એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક હૂકમ મેળવનારા આ ઉમેદવારોને તા. 8 નવેમ્બરથી 14 નવેમ્બર સુધીમાં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. હાજર ન થનારા ઉમેદવારોનો પછી કોઈ હક્ક દાવો રહેશે નહીં. આ સાથે આજે સ્થળ પસંદગી કરેલા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (જઊઇઈ), અનુસૂચિત જાતિ (જઈ) તેમજ અનુસૂચિત જનજાતિ (જઝ)ના ઉમેદવારોને તેમના જાતિ અંગેના પ્રમાણપત્રોની વિભાગ મારફતે ખરાઇ થયા બાદ નિમણૂક હૂકમ વિતરણ કરવામાં આવશે. તેઓને નિમણૂક હૂકમ મળ્યે દિવસ સાતમાં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. શુક્રવારે ભાષા વિષયના ઉમેદવારોની સ્થળ પસંદગી રાખવામાં આવી છે, જેમાં જિલ્લાને રાજ્ય કક્ષાએથી 539 ઉમેદવાર ફાળવવામાં આવ્યા છે.  પ્રથમ દિવસની સમગ્ર ભરતી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક ધૃતિબેન મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ રૂઘાણી, સામત વસરા, ગૌતમ ચૌધરી, સતાર મારા, રવિ સોલંકી, શિક્ષક સંઘના હોદ્દેદારો નયનાસિંહ જાડેજા, હરાસિંહ જાડેજા, કેરણા આહીર, હરદેવાસિંહ જાડેજા, રમેશ ગાગલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતી પ્રક્રિયા માટે યોગેશ જરદોશ, પિયૂષ પટેલ, નીલેશ ડેકાવાડિયાજિતેન્દ્રાસિંહ પરમાર, ઉત્તમ મોતા, ભાવેશ સેંઘાણી, દિલીપાસિંહ જાડેજા, હિતેશ મહેશ્વરી, ધર્મેન્દ્રાસિંહ જાડેજા સહિતના ટીમ એજ્યુકેશનના સભ્યો સહયોગી બન્યા હતા. 

Panchang

dd