• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

તલવાણામાં પાંગળાઘર નિર્માણ માટે 1.28 લાખનું દાન

કોડાય (તા. માંડવી), તા. 5 : તાલુકામાં તલવાણા ખાતે ઇશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંગળાઘર નં. 2 (છ એકર)નું ભૂમિપૂજન કરાયું હતું. દાતાઓ દ્વારા કુલ 1,28,000 રૂા. રકમનું દાન પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમમાં કુલ છ એકરમાંથી બે એકરના દાતા શાંતિલાલભાઇ ડુંગરશી મારૂ (સુવિધા પરિવાર) ડેપા-દાદર તથા એક એકરના દાતા હસ્તે રસિકભાઇ દોશી-માંડવી તથા દાતા પ્રકાશભાઇ સાવલાનું ટ્રસ્ટીના હસ્તે સન્માન કરાયું હતું. અલગ-અલગ દાતાઓ દ્વારા કુલ રૂા. 1,28,000 રકમનું દાન કરાયું હતું. આ અવસરે કિરણકલાશ્રીજી મ.સા., નમનકલાશ્રીજી મ.સા.એ આશીર્વચન પાઠવ્યાં હતાં. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હરિસિંહ જાડેજાએ પાંજરાપોળ સંસ્થાની કાર્ય પ્રવૃત્તિ અને સેવાકાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રમુખ તલકચંદભાઇ દેઢિયાએ મુંબઇથી શુભેચ્છા પાઠવી હતી. ડો. હર્ષ દેઢિયાએ માંગલિક ફરમાવ્યું હતું.માંડવી તા.પં. કા. ચેરમેન વિક્રમસિંહ જાડેજા, સરપંચ કનુભા જાડેજા, રસિકભાઇ દોશી, નિરંજનભાઇ વ્યાસ, અરવિંદભાઇ મોતા, હરિલાલ પોલડિયા, મણિલાલ દેઢિયા, પોપટલાલ ફુરિયા, પ્રવીણ છેડા, સુરેન્દ્ર દેઢિયા, રસીલાબેન દેઢિયા, લીજાબેન ભેડા, આલાભાઇ વેજાભાઇ ગઢવી, અશોકભાઇ ગઢવી, કલ્યાણજી રાજપરિયા, હરિસિંહ જાડેજા, કરશનભાઇ વેકરિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. તલવાણા ગામના અગ્રણીઓ, ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી અને કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. ભૂમિપૂજનનું વિધિવિધાન જવાહર મારાજે કરાવ્યું હતું. સંચાલન નાગાજણ ગઢવી અને આભારવિધિ ટ્રસ્ટી મણિલાલભાઇ અમૃતિયાએ કરી હતી. 

Panchang

dd