રાપર, તા. 6 : કલ્યાણપર ખાતે સમસ્ત ગ્રામજનોના યજમાનપદે મુક્તિધામ (સ્મશાન)માં
મુક્તેશ્વર મહાદેવ નૂતન મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં
આવ્યું હતું. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો તથા મનજીભાઈ મોમાયાભાઇ
ચામરિયાના મુખ્ય યજમાનપદે આયોજિત કાર્યક્રમમાં કલ્યાણપર સરપંચ ભાવનાબેન, પરબતભાઇ કારોત્રા, હમીરાસિંહ
સોઢા, ચાંદભાઇ ઠક્કર, ભીખુભા સોઢા. ઉમેશભાઈ
સોની, નીલેશભાઈ માલી, રાજુભા બહાદુરાસિંહ
જાડેજા, દિનેશભાઈ કે. વાવિયા, ભાવેશભાઈ
ડી. પટેલ, જયદીપાસિંહ જાડેજા, લાલજી કારોત્રા,
મોહનભાઇ બારડ, રત્નાભાઈ રબારી, વિનુભાઇ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શાંતિધામમાં પતરાંનાં શેડ માટે ધારાસભ્ય દ્વારા ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવવામાં
આવી હોવાનું ગ્રામ પંચાયતના સદસ્ય રત્નાભાઈ રબારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.