ગાંધીધામ, તા. 22 : યદુવંશી સોરઠિયા આહીર સમાજ, શિણાય દ્વારા 21મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું
હતું. સમાજના પ્રમુખ બિપિનભાઈ હડિયાની આગેવાનીમાં યોજાયેલા આ બે દિવસીય સમારોહમાં સમાજના
આઠ નવયુગલે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ પ્રસંગે સરસ્વતી
સન્માન સમારોહ, સંગીત સંધ્યા અને દાંડિયારાસ
સહિત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાંચ ગામમાંથી બહોળી સંખ્યામાં
જ્ઞાતિજનો ઊમટી પડયા હતા. સમૂહલગ્નના સંપૂર્ણ ખર્ચના દાતા (દ્વિતીય વખત) સ્વ. રતનબેન
નારણભાઈ હડિયા (પટેલ) પરિવાર હસ્તે અમૃતલાલભાઈ નારણભાઈ હડિયા અને જયંતીભાઈ નારણભાઈ
હડિયા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. જૂની પરંપરા મુજબ ગામનાં પાટિયા પાસે
પ્રસંગની શરૂઆત કરાઈ હતી. લગ્નમંડપમાં લાલા મહારાજ તથા ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં
આવ્યા હતા. મનીષાનંદગિરિ માતાજી અને રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગા દ્વારા શ્રીજીની પૂજા, ગૌપૂજન તથા માતાજીનું
કન્યાદાન કરવામાં આવ્યું હતું. તમામ નવદંપતીઓને સોના-ચાંદી, વાશિંગ
મશીન, ટીવી, ફ્રિજ, ઈલેક્ટ્રિક તેમજ ઘરવખરી સહિત 110 જેટલી ભેટ-સોગાદ દાતાઓ તરફથી અર્પણ કરાઈ હતી. આ બે દિવસીય મહોત્સવમાં
મુખ્ય અધ્યક્ષ તરીકે મનીષાનંદગિરિ માતાજી તથા
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ આહીર, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ડેપ્યુટી મેયર
નવિનભાઈ જરૂ, કોર્પોરેટર ધનજીભાઈ હુંબલ, વિજયભાઈ પરમાર, ભાજપ અગ્રણીઓ, શહેર
પ્રમુખ કલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, આરોગ્ય અધિકારી
ડો. સુતરિયા, મામલતદાર જાવેદભાઈ સિંધી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિ
અને આહીર સમાજ અગ્રણી પંકજભાઈ બલદાણિયા,
મોટા સમાજના પ્રમુખ અને ટ્રસ્ટીઓમાં ચંદિયા સમાજથી દેવજીભાઈ બલદાણિયા,
નાગોર સમાજથી શામજીભાઈ સોરઠિયા, અંજાર સમાજથી મયૂરભાઈ
હડિયા, માધાપર સમાજથી ભરતભાઈ તથા સમાજના અગ્રણીઓ કૌશલભાઈ વાણિયા,
કૌશિકભાઈ વાણિયા, ભાવેશભાઈ ડાંગર, રમેશભાઈ મ્યાત્રા ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે દિવ્યેશભાઈ બલદાણિયા,
પ્રકાશભાઈ બલદાણિયા, ધનજીભાઈ વાણિયા, શાંતિલાલ બલદાણિયા, દામજીભાઈ કાનાણી, કાનજીભાઈ હડિયા, રામજીભાઈ વાઘમશી, રતનભાઈ હડિયા, અરાવિંદભાઈ બલદાણિયા સહિત સમાજના ટ્રસ્ટીઓ,
મહિલા મંડળની બહેનો, કાર્યકરો અને શિક્ષણ સમિતિના
સભ્યોએ સેવા આપી હતી.