• સોમવાર, 23 નવેમ્બર, 2026

કબરાઉ પાસે સસ્તાં સોનાંની લાલચ આપી 2.50 લાખની લૂંટ

ગાંધીધામ, તા. 22 : બનાસકાંઠા, પાલનપુરના એક યુવાનને સસ્તું સોનું આપવાની લાલચ આપી અહીં બોલાવી કબરાઉ નજીક રૂા. 2,50,000ની લૂંટ કરી તથા રૂા. 50,000 બળજબરીપૂર્વક ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. પાલનપુરના ખરોડિયામાં રહેનાર ખેડૂત યુવાન એવો ફરિયાદી વિપુલ ગણેશ ચૌધરી પોતાના ઘરે ફોન જોઇ રહ્યો હતો, ત્યારે રીલ્સમાં સોનાંનાં બિસ્કિટ તથા રૂપિયો બતાવતો વીડિયો આવ્યો હતો, જેમાં બજાર કરતાં 30 ટકા સસ્તું સોનું આપવાની જાહેરાત કરી ફરિયાદીએ તે વીડિયો લાઇક કરતાં તેને આવા જ વીડિયો આવતા હતા. બાદમાં ઠગબાજોએ ફરિયાદીને મેસેજ કરી તેના મોબાઇલ નંબર માગ્યા હતા અને બાદમાં તેના ઉપર વાતો કરી હતી. બાદમાં ફરિયાદીને આ શખ્સે પોતાની મનીષ પટેલ તરીકે ઓળખ આપી હતી. ફરિયાદી યુવાને પોતાના મામાના દીકરા ભરત ચૌધરી સાથે ગાડી નંબર જી.જે.-08-બી.એચ.-9698 લઇને અહીં આવ્યો હતો. સવારના અરસામાં આરોપીને ફોન કરતાં તેણે ફોન ન ઊંચકતાં બંને યુવાન કબરાઉ ખાતે મોગલ માનાં દર્શને ગયા હતા. બાદમાં આરોપીએ ફોન કરી ત્યાં આવી પાર્કિંગમાં નંબર વગરની ફ્રોન્ક્સ ગાડીમાં આવવા કહ્યું હતું. ફરિયાદીએ મંદિરમાં આવવાનું કહેતાં ના પાડી હતી. બંને યુવાન આ નંબર વગરની ગાડીમાં જતાં ત્યાં ત્રણ શખ્સો સવાર હતા. આ શખ્સોએ ફરિયાદી પાસેથી રૂા. 2,50,000 ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો તથા ભરત પાસેથી બળજબરીપૂર્વક રૂા. 50,000 ઓનલાઇન ગિરીશ રમેશ દતાણીનાં ખાતાંમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બંનેને રસ્તામાં ઉતારીને નાસી ગયા હતા. ગત તા. 21-11ના સવારે બનેલા આ બનાવ અંગે ભચાઉ પોલીસે અલીશા કાસમશા શેખ તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd