ભુજ તા .22 : સાયબર છેતરાપિંડીના
બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો
વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં ભુજના ટ્રાન્સપોર્ટર સાથે રૂ.
6.97 લાખની ઓનલાઈન છેતરાપિંડી થયાનું
સામે આવ્યું છે. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. 11/11ના સવારે વાગ્યાથી તા. 18/11ના સવારે 6.24 વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો
હતો. આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીનાં એચડીએફસી બેંકની માધાપર શાખાનાં સાવિંગ્સ ખાતામાંથી
કોઈ પણ પ્રકારનો કોલ કે ઓટીપી મેળવ્યા વગર ટેકનિકલ માધ્યમથી બેંક ખાતાનો અનધિકૃત ઉપયોગ
કર્યો હતો. ફરિયાદીની જાણ કે સંમતિ વિના અલગ-અલગ કુલ 16 વખત બેંક ટ્રાન્ઝેક્શન ખાતાઓ
તેમજ યુપીઆઈ આઈડીમાં કુલ રૂા. 6,97,593.78 બારોબાર ટ્રાન્સફર કરી નાણાં સેરવી લેવાયાંની મૂળ મોમાયમોરા
(તા. માંડવી)ના રહેવાસી અને હાલ ભુજની લાભશુભ સોસાયટી ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી
વિપુલ રતનશીભાઈ જબુઆણીએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે વિવિધ યુપીઆઈઆઈડીના ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલાની પ્રાથમિક
તપાસ પીએસઆઈ એમ.કે. શુરૂએ હાથ ધરી છે.