• સોમવાર, 23 નવેમ્બર, 2026

બાલેનશાહ આજે મોદીને મળશે

નવી દિલ્હી, તા. 22 : નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ભારત પ્રવાસે પહોંચેલા બાલેન શાહ આજે વિદેશમંત્રી એસ. જયશંકરને મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. આવતીકાલે સોમવારે શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. દ્વિપક્ષીય બેઠક બાદ કાલે મોદી અને બાલેન શાહ ભગવાન રામનાં જન્મસ્થાન અયોધ્યા અને માતા સીતાનાં જન્મસ્થાન જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેનને લીલીઝંડી આપશે. ભારત અને નેપાળ વચ્ચે રેલવે સંપર્કનો સેતુ મજબૂત કરતાં ભારતમાં રામની જન્મભૂમિ અયોધ્યા અને નેપાળમાં માતા સીતાની જન્મભૂમિ જનકપુરધામ વચ્ચે ટ્રેનનું કાલે સોમવારે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે. દિલ્હી પહોંચ્યા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે એરપોર્ટે બાલેન શાહનું સ્વાગત કર્યું હતું. બાદમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ઉપર ચર્ચા થઈ હતી. નેપાળી પીએમનાં સ્વાગતમાં વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, બાલેન શાહનું દિલ્હીમાં સ્વાગત છે. મંત્રાલયે આ પ્રવાસને ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વધારે મજબૂત કરવાની તક ગણાવી  હતી. બે દિવસની યાત્રામાં બાલેન શાહ પીએમ મોદી સાથે સોમવારે મુલાકાત કરશે. આ ઉચ્ચ સ્તરની બેઠકમાં ભારત-નેપાળ સંબંધોના તમામ દૃષ્ટિકોણની સમીક્ષા કરવામાં આવશે અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે વિચારોનું આદાન પ્રદાન થશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ શિષ્ટાચાર મુલાકાત કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd