• સોમવાર, 23 નવેમ્બર, 2026

ભારાપરમાં મહિલા ઉપર પતિ દ્વારા એસિડથી હુમલો

ગાંધીધામ, તા. 22 : અહીંના ભારાપરમાં રહેનાર મહિલા પર શક-વહેમ રાખી તેના પતિએ મોઢા, આંખો પર એસિડ નાખી માર મારતાં બનાવ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ભારાપરમાં રહેનાર બિલ્કેશબાનુ અને તેમના પતિ એવા આરોપી જુમા હુસેન ગરાણા વચ્ચે વારંવાર બોલાચાલી થતી હોઈ આ મહિલાના પિતાના ઘરે કિડાણા ખાતે સમાધાનની વાત માટે ભેગા થયા હતા. ત્યાંથી આ મહિલા અને તેમની દીકરી સુજાનને મામા આફ્રિદી ઘરે ભારાપર મૂકી આવ્યા હતા. આ મા-દીકરી સૂતા હતા, ત્યારે મહિલાએ રાડા-રાડ કરતાં ફરિયાદી સુજાન જાગી ગઈ હતી, ત્યારે તેના પિતા જુમા ગરાણા, ભાઈ સોહિલ અને કુટુંબી મામા અસગર અયુબ જુણેજા મહિલાને માર મારી રહ્યા હતા. મહિલાના પતિએ તેમના ઉપર એસિડ જેવું પ્રવાહી ફેંક્યું હતું. વચ્ચે પડેલી દીકરીએ માતાને બચાવી નાનાના ઘરે લઈ ગઈ હતી, બાદમાં મહિલાને સારવાર અર્થે લઈ જવાઈ હતી. ગંભીર ઈજાઓનાં કારણે મહિલાની આંખો ખૂલતી ન હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd